ગુજરાતમાં ગરમી ભૂક્કા કાઢશે

રાજ્યમાં ધીમે પગલે શિયાળાની વિદાય થઈ રહી છે. લધુત્તમ અને મહત્તમ તાપમાન વધતાં ઠંડી ગાયબ થઈ છે. જોકે, મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હોય છે. આવામાં આવનારા દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે અને તાપમાન કેટલું વધશે, તે અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ચાલો, જાણીએ હવે કેટલું વધશે તાપમાન ?

Record high temperatures: How scorching heat is making India 'unlivable' |  India News - Times of India

હવામાન વિભાગની આગાહી

રાજ્યવાસીઓએ ગરમી માટે તૈયાર રહેવું પડશે. આગામી બે દિવસ બાદ ૨-૩ ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ૨૪ ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૩.૭ તો રાજકોટમાં સૌથી વધુ ૩૬.૭ ડિગ્રી નોંધાયું છે.

Heat waves pose big health threats

‘હવે ધીરે ધીરે શિયાળાના વિદાયની શરૂઆત થઈ’

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આ વખતનો શિયાળો સામાન્યથી નજીક સારો રહ્યો છે. શિયાળામાં જે પ્રકારે ઠંડીના રાઉન્ડ આવવા જોઈએ તે પ્રમાણે આવ્યા છે. આપણા પૂર્વાનુમાન સાથે આ વખતે શિયાળો સારો જોવા મળ્યો છે. હવે ધીરે ધીરે શિયાળાના વિદાયની શરૂઆત જોવા મળી રહી છે. મિક્સ ઋતુનું વાતાવરણ ચાલી રહ્યું છે. આવા મોસમમાં સમાજમાં શરદી ઉધરસ અને તાવની બીમારી પણ વધી છે.

How to Avoid the Health Hazards of Heatwaves - UVM Public Health

મહત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં ૩૩.૭ અને ગાંધીનગરમાં ૩૩.૪ તાપમાન નોંધાયું છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં ૩૬.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *