ટીમ ઈન્ડિયાની જીત માટે થઈ પૂજા.
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આગામી મેચમાં ટીમ ઇન્ડિયાની જીત માટે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં મહિલાઓએ ગંગા આરતી કરી.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની ૫ મી મેચ માટે આજે ૨૩ ફેબ્રુઆરીના રોજ ભારતીય ટીમ કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે ટકરાશે. બંને ટીમો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આમને સામને આવશે. ભારત અને પાકિસ્તાન તેમજ અન્ય દેશોના ક્રિકેટ ચાહકો આ મેચને લઈને ઉત્સાહિત છે. આ મેચ જોવી રસપ્રદ રહેશે, ત્યારે આ પહેલા ભારતની જીત માટે મહિલાઓએ મહાકુંભમાં ખાસ આરતી કરી પૂજા અર્ચના કરી.
આજે ૨૩ ફેબ્રુઆરીએ દુબઈમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને લઈને ભારતના ક્રિકેટ ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. ત્યારે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આગામી મેચમાં ટીમ ઇન્ડિયાની જીત માટે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં મહિલાઓએ ગંગા આરતી કરી.

ટીમ ઇન્ડિયાએ આ ટુર્નામેન્ટમાં ફક્ત એક જ મેચ રમી છે. ટીમ ઇન્ડિયાએ પોતાની પહેલી મેચ બાંગ્લાદેશ સામે રમી હતી, જેમાં ટીમ ઇન્ડિયાએ ૬ વિકેટથી જીત મેળવી હતી. જ્યારે પાકિસ્તાનને તેની પહેલી મેચમાં કિવી ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામે વધુ એક હારથી પાકિસ્તાન ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ જશે.
જો આપણે બંને ટીમોના તાજેતરના ફોર્મ પર નજર કરીએ તો, પાકિસ્તાને છેલ્લા પાંચ વનડેમાં ફક્ત બે મેચ જીતી છે. જ્યારે ભારત એટલી જ મેચોમાં ફક્ત એક જ મેચમાં હાર્યું છે. આ મેચમાં પણ ટીમ ઇન્ડિયા જૂની પ્લેઈંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે. રિષભ પંત હજુ પણ બીમાર છે પરંતુ આનાથી પ્લેઇંગ ઇલેવન પર કોઈ અસર થવાની શક્યતા નથી. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન ટીમ તેની બોલિંગમાં કેટલાક ફેરફાર કરી શકે છે પરંતુ કોચ આકિબ જાવેદે સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો છે. જોકે, પાકિસ્તાની ટીમના ઇજાગ્રસ્ત ખેલાડી ફખર ઝમાનની જગ્યાએ ઇમામ-ઉલ-હક રમતા જોવા મળશે.