ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ

છેલ્લા બે દિવસમાં ગુજરાતના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું હતું. જોકે, બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

Gujarat Weather updates : ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ, અમદાવાદમાં શું છે સ્થિતિ

અત્યારે ગુજરાતમાં બે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારે ઠંડી અને બપોરે ગરમી જોવા મળી રહી છે તો ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આવી પરિસ્થિતિ વચ્ચે તાપમાનમાં સામાન્ય વધારો નોંધાયો હતો. ગુજરાતમાં ૧૬ ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ પણ હાવમાન વિભાગે સેવી છે.

Squally Seas Loom: IMD Issues Fishermen Advisory | Science-Environment

નલિયામાં સામાન્ય તાપમાન વધ્યું

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં ૧૪.૬ ડિગ્રીથી લઈને ૨૨.૨ ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં તાપમાનમાં સામાન્ય વધારો થતાં ૧૪.૬ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં ૨૨.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડીસામાં તાપમાન વધીને ૧૭.૪ ડિગ્રી નોંધાયું હતું.

Partly cloudy day Icon | Large Weather Iconpack | Aha-Soft Team

અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનમાં વધારો

In Ahmedabad, 8 am temperature dropped by 4 degrees compared to 5 days,  orange alert in the state today | ગરમીના વળતા પાણી...:: બે દિવસ બાદ ગરમીથી  લોકોને મળશે રાહત, 25થી 30

ગુજરાતમાં શિયાળો અંત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે વાતાવરણમાં બે તરફી વલણ જોવા મળી રહ્યું છે ત્યારે સોમવારના દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન સામાન્ય વધ્યું છે. અમદાવાદમાં ૧૮.૫ ડિગ્રી અને ગાંધીનગરમાં ૧૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વડોદારમાં ૧૮ ડિગ્રી અને સુરતમાં ૨૧.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

આવતીકાલથી ફરી વધશે ઠંડી ? ગુજરાત સહિત અન્ય રાજ્યો માટે IMDની ચેતવણી |  Weather IMD Skymet Forecast Gujarat Punjab Haryana Delhi Uttar Pradesh  Madhya Pradesh India - Gujarat Samachar

ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું?

શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ ૩૪.૨ ૧૮.૫
ડીસા ૩૫.૬ ૧૭.૪
ગાંધીનગર ૩૪.૪ ૧૭.૦
વિદ્યાનગર ૩૫.૫ ૨૦.૦
વડોદરા ૩૪.૪ ૧૮.૦
સુરત ૩૬.૪ ૨૧.૯
વલસાડ
દમણ ૩૬.૮ ૧૮.૦
ભૂજ ૩૫.૫ ૧૯.૪
નલિયા ૩૫.૬ ૧૪.૬
કંડલા પોર્ટ ૩૪.૪ ૨૦.૦
કંડલા એરપોર્ટ ૩૪.૩ ૧૭.૨
અમરેલી ૦૦ ૦૦
ભાવનગર ૩૪.૬ ૧૮.૪
દ્વારકા ૩૪.૪ ૧૯.૬
ઓખા ૨૬.૮ ૨૨.૨
પોરબંદર ૩૫.૫ ૧૬.૨
રાજકોટ ૩૬.૭ ૧૮.૪
વેરાવળ ૩૫.૦ ૨૧.૫
દીવ ૩૪.૯ ૧૮.૦
સુરેન્દ્રનગર ૩૬.૩ ૧૯.૨
મહુવા ૩૫.૮ ૧૭.૩
કેશોદ ૩૫.૮ ૧૫.૬

આ દિવસોમાં ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ

વાવાઝોડાની મોટી અસર, ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, બનાસકાંઠામાં છાંટા  પડ્યા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ૨૭ ફેબ્રુઆરીથી ૧ માર્ચ દરમિયાન હળવો વરસાદ પડવાની શક્યતા છે. પશ્ચિમી ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ફેરફાર થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માર્ચના બીજા અઠવાડિયામાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે.

Nepal weather: Rain likely to stop by Saturday - OnlineKhabar English News

એક મધ્યમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં ૨૮ ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં એક એન્ટિસાયક્લોન સક્રિય થઈ શકે છે, અને તે સમુદ્રથી દૂર જતાની સાથે જ રાજ્ય ફરીથી વાદળછાયું થઈ જશે અને હવામાન ફરી એકવાર બદલાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *