લાલુ યાદવને નોકરી માટે જમીન કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે.
લાલુ યાદવને નોકરી માટે જમીન કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી અને અન્ય આરોપીઓને સમન્સ પાઠવ્યા છે. તમામ નામાંકિત આરોપીઓને ૧૧ માર્ચે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટની નોંધ લીધા પછી, સ્પેશિયલ સીબીઆઈ જજ વિશાલ ગોગણેએ આ આદેશ આપ્યો.
CBI એ મામલામાં ૩૦ સરકારી કર્મચારીઓ સહિત કચરો ૭૮ લોકોના નામ જાહેર કર્યા છે. આમાં ભોલા યાદવ, પ્રેમચંદ ગુપ્તાને સમન્સ પાઠવવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું કે એવો આરોપ છે કે પ્રેમચંદ ગુપ્તા લાલુ યાદવના સહયોગી તરીકે કામ કરતા હતા.
આ મામલો પશ્ચિમ-મધ્ય રેલવેના જબલપુર ઝોનમાં વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૯ વચ્ચે ગ્રુપ-D પોસ્ટ પર થયેલી નિયુક્તિઓ સાથે જોડાયેલો છે. આરોપ છે કે લાલુ પ્રસા યાદવ રેલ મંત્રી હતા તે દરમિયાન ઉમેદવારો પાસેથી તેમના પરિવાર કે સહયોગીઓના નામે જમીન ટ્રાન્સફર કરાવવામાં આવતી હતી અને બદલામાં તેમને રેલ્વેમાં નોકરી આપવામાં આવતી હતી.
CBI એ ૧૮ મે ૨૦૨૨ એ લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની, બે દીકરીઓ, અજ્ઞાત સરકારી અધિકરીઓ અને અમુક પર્સનલ વ્યક્તિઓ વિરુદ્ધ મામલો નોંધ્યો હતો. આ મામલામાં હજુ સુધી ૩૦ આરોપીઓ સામે કાર્યવાહીની મંજૂરી મળી ગઈ છે.