દુનિયાનો સૌથી ઉંચો રેલ બ્રિજ જમ્મુ કશ્મીર : Chenab River પર તૈયાર કરાયો દુનિયાનો સૌથી ઉંચો રેલ બ્રિજ

જમ્મૂ-કશ્મીર થી કન્યાકુમારી સુધી સીધી રેલ સેવા હવે બહુ જલદી જ શરૂ થઈ જશે. દુનિયાનો સૌથી ઉંચો ચિનાબ રેલવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. જેના પરથી ન માત્ર યાત્રી ટ્રેનો બલ્કે સૈનિકોની સ્પિશેયલ ટ્રેનો પણ તેજ રફતારથી પસાર થઈ શકશે. આ બ્રિજ બનાવીને ભારતીય રેલવેએ ઈતિહાસ રચી દીધો છે. તસવીરોમાં જોઈ શકાય છે આ બ્રિજની ભવ્યતા.

1/5

પ્રાપ્ત માહિતી મુજબ એક કેબલ ક્રેન દ્વારા જ્યારે આ બ્રિજનું અંતિમ કામ પુરુ કરવામાં આવ્યું તો પુલ પર કામ કરનારા દરેક લોકોએ વંદે માતરમના નારા લગાવ્યા હતા. અને એકબીજાને હાથ મિલાવીને અભિનંદન આપ્યાં હતાં. આ પુલનું નામ આર્ક બ્રિજ (Arch Bridge) છે.

  
2/5

તમને જણાવી દઈએકે, આ પૂલ 1400 કરોડ રૂપિયાની ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ પુલ નદી તલથી 359 મીટરની ઉંચાઈ પર બનાવવામાં આવ્યો છે. આ પુલ પેરિસના એફિલ ટાવર કરતા પણ 35 મીટર ઉંચો અને દિલ્લીના કુતુબ મિનાર થઈ અંદાજે 72 મીટર ઉંચો છે.

  
3/5

એલઓસી (LOC) થી માત્ર 60 કિલોમીટર દૂર આવેલાં આ પુલને ભૂકંપ અને જબરદસ્ત ધડાકાથી પણ કઈ નહીં થઈ શકે. આ પૂલ આટલો મજબૂત છે.

 
4/5

આ બ્રિજ પર 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રેન દોડી શકે છે. એક જાણકારી મુજબ અંદાજે 120 વર્ષ સુધી આ બ્રિજને કોઈપણ જાતની તકલીફ નહીં પડે.

  
5/5

આ બ્રિજ રેલવે આર્ક બ્રિજ ઓનલાઈન મોનિટરિંગ અને વોર્નિંગ સિસ્ટમથી સજ્જ હશે. એમાં રોપ-વે લિફ્ટની સુવિધા પણ હશે. અને સેંસર લગાવેલાં હશે. જેથી કોઈપણ પ્રકારની ખામી જણાય તો તુરંત જ તે ધ્યાન પર આવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *