શાળાના પાઠ્યપુસ્તકોમાં નવા શૈક્ષણિક વર્ષથી થશે ફેરફાર

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા લેવાયેલો નિર્ણય: વિદ્યાર્થીઓની લર્નિંગ સિસ્ટમને મજબૂત બનાવવા માટે ફેરફાર આવશ્યક: ગુજરાતી, અંગ્રેજી,ગણિતમાં નવા ચેપ્ટર ઉમેરાશે

ધોરણ 1થી 8 અને 12માં પુસ્તકો બદલાશે, નવા શૈક્ષણિક વર્ષ માટે 14 નવા પાઠ્યપુસ્તકો તૈયાર 1 - image
નવા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરાશે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ નાં વર્ષમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ધો.૧,૬ થી ૮ અને ૧૨ નાં પુસ્તકો નવા તૈયાર કરાયા છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Back in the homeschool classroom: Summer prep for the new school year |  LynnRMitchell.com

ધોરણ એકમાં ગુજરાતી, ધોરણ છમાં ઇંગલિશ, ધોરણ સાતના સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત અને મરાઠીના પુસ્તકમાં ફેરફાર. થશે. ધોરણ આઠમાં ગુજરાતી ગણિત અને વિજ્ઞાનના પુસ્તકોમાં તેમજ ધોરણ ૧૨ અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા ચેપ્ટરનો ઉમેરો કરાશે.

Free school books Photos & Pictures | FreeImages

મંડળના સભ્યોના જણાવ્યા અનુસાર નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં લઈને આ ફેરફાર કરાયો છે. આ સુધારાના લીધે વિદ્યાર્થીઓને લર્નિંગ પ્રોસેસ વધુ મજબૂત થઈ શકશે. જેના કારણે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ફેરફારો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *