ઉનાળામાં કસરત જીમ વર્કઆઉટ કરતી વખતે ખાસ કાળજી રાખવી જોઇએ. ગરમીના કારણે શરીર માંથી વધારે પરસેવો થાય તો પાણીની ઉણપ થઇ શકે છે. અહીં ઉનાળામાં જીમ વર્કઆઉટ કસરત માટે શ્રેષ્ટ સમય અને કઇ કઇ સાવધાની રાખવી તેના વિશે જાણકારી આપી છે.
શરીર સ્વસ્થ અને મજબૂત રાખવા માટે કસરત કરવી જરૂરી છે. જો કે ઉનાળામાં કસરત કે જીમ વર્કઆઉટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઇએ. ઉનાળામાં ગરમી વધી જાય છે અને શરીર માંથી વધારે પરસેવો થાય છે. આથી કસરત કરતી વધારે વધારે પરસેવો થતા બોડી ડિહાઇડ્રેશન થવાનું જોખમ કરે છે. ઉપરાંત ઉનાળામાં કસરત કરવા માટે યોગ્ય સમય ક્યો છે તેના વિશે પણ જાણકારી હોવી જરૂરી છે. અહીં ઉનાળામાં જીમ વર્કઆઉટ કસરત માટે શ્રેષ્ટ સમય અને કઇ કઇ સાવધાની રાખવી તેના વિશે જાણકારી આપી છે.
ઉનાળામાં ગરમી વધી જાય છે. ગરમીના લીધે શરીરમાંથી વધારે પરસેવો થાય છે. આથી ઉનાળામાં કસરત કરવા માટે સવારનો સમય શ્રેષ્ઠ હોય છે. જો ગરમી વધાર હોય તો એક્સરસાઇઝ કરવાની પહેલા ઠંડા પાણીથી સ્નાન કરી લો. ત્યારબાદ કસરત કે જીમ વર્કઆઉટ કરવી જોઇએ. કસરત કર્યા બાદ શરીર થોડુંક ઠંડુ થાય એટલે નાસ્તા કર્યા પછી ફરી ન્હાઇ લેવું જોઇએ. તેનાથી શરીરને આરામ લાગશે. ઉનાળામાં એસી વાળી જગ્યા પર કસરત કરવી જોઇએ. ઉનાળામાં જીમ વર્કઆઉટ કે કસરત કરવાથી શરીર માંથી વધારે પરસેવો પડે છે, આથી વધારે પાણી પીવાનું રાખો.
ઘરની બહાર કે ખુલ્લી જગ્યા પર કસરત ન કરવી
આઉટડોર એક્સરસાઇઝ આમ તો સારી માનવામાં આવે છે, પરંતુ ભયંકર તડકો અને વધારે પ્રદૂષણ વાળા વાતાવરણમાં કસરત કરવાથી શરીરને ફાયદાના બદલે નુકસાન થાય છે. આઉટડોર એક્સરસાઇઝ કરવાથી ડિહાઇડ્રેશન, શ્વાસ ફુલવી અને હૃદયના ધબકારા વધી જવાની સમસ્યા થઇ શકે છે. શરીર માંથી વધારે પરસેવો થતા બોડી પર રેશેઝ, ઇચિંગનો પણ ખતરો રહે છે.
કસરત પહેલા વોર્મઅપ કરો
જીમમાં જઇ સીધી એક્સરસાઇઝ કરવી સારી ટેવ નથી. કસરત કરવાની પહેલા વોર્મઅપ કરવુ જોઇએ. વોર્મઅપ કરવાથી શરીર અંદરથી ગરમ થાય છે, બોડી સ્ટ્રેચ થાય છે અને ઇજા થવાનુ જોખમ ઘટે છે.
ઉંમર અને સ્ટેમિના પ્રમાણે કસરત કરવી
કસરત હંમેશા તમારી ઉંમર અને સ્ટેમિના પ્રમાણ કરવી જોઇએ. કોઇની દેખાદેખીમાં કસરત કરવાથી ક્યારેક મોટી શારીરિક સમસ્યા ઉભી થઇ શકે છે. સોશિયલ મીડિયા રિલ્સ જોઇને કોઇ નવી એક્સરસાઇઝ ટ્રાય કરવી શરીરને ગંભીર ઇજા પહોંચાડી શકે છે. બિનિગર્સ એટલે કે કસરતની શરૂઆત કરનાર લોકો માટે અલગ પ્રકારનો વર્કઆઉટ્સ હોય છે. બીમારી માંથી સાજા થયેલા વ્યક્તિ માટે અલગ પ્રકારની કસરત હોય છે. આથી તમારી ઉંમર, શારીરિક ક્ષમતા અને સ્થિતિ મુજબ કસરત કરવી જોઇએ.
શરીર હાઇડ્રેટ રાખો, વધારે પાણી પીવું
ઉનાળામાં કસરત કરતી વખતે શરીર માંથી વધારે પરસેવો થાય છે. આથી ગરમીમાં વધારે પાણી પીવું જોઇએ. કસરત કરતી વખતે વારંવાર પાણી પીવું સારી ટેવ નથી. પાણીના બદલે કોલ્ડ ડ્રિંક કે સોફ્ટ ડ્રિંક પીવાની ભૂલ ન કરવી. પુરતા પ્રમાણમાં પાણી પીવાથી જીમ વર્કઆઉટ વખતે શરીરમાં એનર્જી ટકી રહે છે. વર્કઆઉટ કર્યા બાદ ઓછામાં ઓછા 30 મિનિટ પછી જ પાણી કે કોઇ પ્રવાહી પીવું જોઇએ. ઉનાળામાં સાદું પાણી, નારિયેળ પાણી, લીંબુ પાણીનું સેવન કરવાથી શરીરને ફાયદો થાય છે.
એક્સરસાઇઝ વચ્ચે થોડોક આરામ કરવો
ઉનાળામાં કસરત કરવાથી શરીર ઝડપથી ગરમ થઇ જાય છે. ગરમીના લીધે શરીર માંથી વધારે પરસેવો થાય છે અને થાક લાગે છે. આથી વર્કઆઉટ કરતી વખતે વચ્ચે થોડોક બ્રેક લેવો જોઇએ.
શરીરમાં તકલીફ થાય તો કસરત બંધ કરવી
કસરત કરતી વખતે શ્વાસ ફલવા લાગે, છાતીમાં દુખાવો થાય તો જબરદસ્તી કરવી નહીં, થોડાક સમય આરામ કરો અને ત્યાર બાદ કસરત કરવાની શરૂઆત કરવી જોઇએ.
કસરત બાદ પોષ્ટિક આહાર લેવો
કસરત કર્યા બાદ પોષ્ટિક આહાર લેવો જરૂરી છે. જો વર્કઆઉટ બાદ પોષ્ટિક આહાર ન લેવામાં આવે તો શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે. ઉનાળામાં હળવો ખોરાક ખાવો જોઇએ અને પ્રવાહી વધારે લેવું જોઇએ. તમે નારિયેળ પાણી, સત્તુ સ્મૂધી કે અન્ય લાઇટ ડાયટ મીલ લઇ શકો છો. જો તમને વધારે ભૂખ લાગે તો સીધું બ્રેકઆઉટ પણ કરી શકાય છે, ડાયટ પોષક તત્વોથી ભરપૂર હોય તેનું ધ્યાન રાખવું.