પ્રયાગરાજમાં ૪૫ દિવસના મહાકુંભ મેળાનું ગુરુવારે સત્તાવાર સમાપન થયું. ૪૫ દિવસ સુધી ચાલેલા પ્રયાગરાજ મહાકુંભે નવી ઉપલબ્ધિઓની સાથે અનેક નવા રેકોર્ડ પણ બનાવ્યા છે. આ વખતે પ્રયાગરાજ મહાકુંભે અનેક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા છે.
પ્રયાગરાજમાં ૪૫ દિવસના મહાકુંભ મેળાનું ગુરુવારે સત્તાવાર સમાપન થયું હતું. મહાકુંભ મેળા ૨૦૨૫ ના સમાપન કાર્યક્રમમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે મહાકુંભને નવી ઉંચાઈઓ પર લઈ જવામાં ભારત સરકારના વિભાગોએ મહત્વનું યોગદાન આપ્યું છે.
યોગી આદિત્યનાથે કહ્યું કે વર્ષ ૨૦૨૪ માં ૬૫ કરોડ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ મંદિરો માટે ઉત્તર પ્રદેશના પ્રસિદ્ધ શહેરોમાં આવ્યા હતા. જ્યારે છેલ્લા ૪૫ દિવસમાં ૬૬ કરોડથી વધુ પ્રવાસીઓ અને યાત્રાળુઓએ એકલા પ્રયાગરાજની મુલાકાત લીધી હતી.
૪૫ દિવસ સુધી ચાલેલા પ્રયાગરાજ મહાકુંભે નવી ઉપલબ્ધિઓની સાથે અનેક નવા રેકોર્ડ પણ બનાવ્યા છે. આ વખતે પ્રયાગરાજ મહાકુંભે અનેક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા છે, જેના સર્ટિફિકેટ આજે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ટીમ દ્વારા સોંપવામાં આવ્યા છે.
આ અવસર પર ખુશી વ્યક્ત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયે પોતાના એક્સ હેન્ડલ પર તસવીરો શેર કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક પોતાના હાથમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ સાથે જોવા મળી રહ્યા છે.
સીએમઓએ એક્સ પર લખ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના ભવ્ય માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી યોગીના નેતૃત્વમાં ‘મહાકુંભ-૨૦૨૫, પ્રયાગરાજ’ના ભવ્ય આયોજનથી દેશ અને દુનિયા આશ્ચર્યચકિત છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ગૌરવગાથા વિશ્વના મંચ પર ગુંજી ઉઠે છે.
એક્સ પોસ્ટમાં આગળ લખ્યું કે લોક આસ્થાના ૪૫ દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં એક સાથે સૌથી વધુ લોકો દ્વારા નદીની સફાઈ, સૌથી વધુ કાર્યકરો દ્વારા એક સ્થળે એક સાથે સફાઈ કરતા તથા ૮ કલાકમાં સૌથી વધુ હેન્ડ પ્રિન્ટ પેટિંગ કરવાની સિદ્ધિ ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપિત કરી એક નવો ઈતિહાસ રચવામાં આવ્યો છે. દુનિયાને’વસુધૈવ કુટુંબકમ’નો સંદેશ આપનાર વિશ્વનો મહા સમાગમ પર્વ રેકોર્ડનો મહાકુંભ પણ બન્યો છે.
૩૨૯ સ્થળોએ એક સાથે ગંગાની સફાઇ
મહાકુંભમાં ગંગાની સફાઇ માટે પ્રથમ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. ગંગામાં એક સાથે ૩૨૯ જગ્યાઓની સફાઇ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે અડધા કલાકમાં એક સાથે ૨૫૦ જગ્યાઓની સફાઇ કરવાનો ટાર્ગેટ હતો, પરંતુ ગંગા સફાઇ અભિયાન એક સાથે ૩૨૯ જગ્યાએ હાથ ધરવામાં આવ્યું હતું, જે વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે.
હેન્ડ પેઇન્ટિંગે બનાવ્યો રેકોર્ડ
બીજો વર્લ્ડ રેકોર્ડ હેન્ડ પેઇન્ટિંગ માટે બનાવવામાં આવ્યો છે, જ્યાં ૧૦,૧૦૨ લોકોએ એક સાથે પેઇન્ટિંગ કરી હતી. આ પેઇન્ટિંગ લોકો દ્વારા એક સામૂહિક પ્રયત્ન હતો. આ પહેલા આ રેકોર્ડ ૭૬૬૦ લોકોનો હતો.
ઝાડુ લગાવવાને લઇને બનાવ્યો રેકોર્ડ
મહાકુંભમાં ઝાડુ લગાવવાના અભિયાને એક સિમાચિહ્ન સ્થાપિત કર્યું છે. મહાકુંભમાં ૧૯ હજાર લોકોએ એકસાથે ભેગા મળી મેળા વિસ્તારમાં સફાઈ અભિયાનને ગતિ આપી હતી. આ સાથે જ તે ગિનીશ વર્લ્ડ રેકોર્ડ બની ગયો છ. આ પહેલા આ રેકોર્ડ ૧૦ હજાર લોકોનો હતો.