ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા બાદ હવે છેલ્લે સાઉથ આફ્રિકાએ પણ ચેમ્પિયન્સ ટ્રોફીની સેમી ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સેમી ફાઈનલમાં ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા બાદ ચોથું કોણ? તેનો ખુલાસો હવે થયો છે. દક્ષિણ આફ્રિકાના પ્રવેશ સાથે, અફઘાનિસ્તાનની આશાઓનો અંત આવી ગયો છે. જો ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા સામે મોટી જીત મેળવી હોત, તો અફઘાનિસ્તાનને તક મળી હોત. પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ઇંગ્લેન્ડની ટીમ ફક્ત ૧૭૯ રનમાં જ આઉટ થઈ ગઈ હતી.
)
સેમિફાઇનલ મેચમાં કઈ ટીમ કોની સામે ટકરાશે તે ૨ માર્ચ (રવિવાર) ના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ પછી જ જાણી શકાશે.
ગ્રુપ A ની વાત કરીએ તો તેમાં ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. ન્યુઝીલેન્ડની ટીમ બે મેચમાં બે જીત સાથે આ ગ્રુપમાં ટોચ પર છે. કિવી ટીમનો નેટ રન રેટ ૦.૮૬૩ છે બીજી તરફ, ભારતીય ટીમ હાલમાં બે મેચમાં બે જીત સાથે બીજા સ્થાને છે. ભારતના ૪ પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ ૦.૬૪૭ છે. જોકે, બંને ટીમોમાંથી કઈ ટીમ નંબર ૧ પર રહેશે તે ૨ માર્ચે નક્કી થશે. ગ્રુપ બીમાં સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા છે જેમાંથી ઓસ્ટ્રેલિયા પહેલેથી સેમીમાં આવી ચૂક્યું છે અને હવે સાઉથ આફ્રિકા આવ્યું છે.
૪ માર્ચે પહેલી અને ૫ માર્ચે બીજી સેમી ફાઈનલ રમાશે.