ટ્રમ્પે અપમાનિત કર્યા તો બ્રિટન પહોંચ્યા ઝેલેન્સ્કી

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે બ્રિટન તરફથી મળેલી ૨.૮૪ બિલિયન ડોલરની લોનનો ઉપયોગ યુક્રેનમાં શસ્ત્રોના ઉત્પાદન માટે કરવામાં આવશે. આ લોનનો પહેલો ભાગ આવતા અઠવાડિયે મળવાની શક્યતા છે. ઝેલેન્સ્કીએ યુકે સરકારનો આભાર માનતા કહ્યું કે “યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધી બ્રિટનના લોકો અને સરકારના જબરદસ્ત સમર્થન બદલ હું બ્રિટનનો આભાર માનું છું.”

Zelensky-Keir Starmer meeting LIVE Updates: Keir Starmer pledges UK's 'full  backing' to Ukraine | Today News

શનિવારે જ ઝેલેન્સ્કી લંડનમાં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને મળ્યા હતા. યુક્રેનને અમેરિકાના સમર્થન અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગરમા-ગરમ ચર્ચા વચ્ચે આ મુલાકાત થઈ હતી. ઝેલેન્સ્કીની વોશિંગ્ટન મુલાકાત પછી આ બેઠક ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી. આ તણાવપૂર્ણ પરિસ્થિતિઓ વચ્ચે, યુક્રેનિયન રાષ્ટ્રપતિની અમેરિકન નેતાઓ, ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ દ્વારા ટીકા કરવામાં આવી હતી.

Image

Image

Image

Image

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી રવિવારે રાજા ચાર્લ્સ ત્રીજાને મળશે અને પછી બકિંગહામ પેલેસ નજીક સ્થિત ૨૦૦ વર્ષ જૂના લેન્કેસ્ટર હાઉસમાં એક બેઠકમાં હાજરી આપશે. શનિવારે સાંજે યુક્રેનિયન રાષ્ટ્રપતિને મળ્યા બાદ બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે યુએસ પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાત કરી હતી. આ માહિતી પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *