પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-પ્રાર્થના કરી છે, જેઓ જામનગરમાં વનતારાની મુલાકાત લઈને સોમનાથ પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-પ્રાર્થના કરી છે. જેઓ જામનગરમાં વનતારાની મુલાકાત લઈને સોમનાથ પહોંચ્યા હતા. જો કે, હવે જેઓ સોમનાથના દર્શન કરીને સાસણ ગીરની મુલાકાત લેશે.
પ્રધાનમંત્રી મોદી સાસણગીર જશે. જ્યાં વન વિભાગ આયોજિત કોન્ફરન્સમા હાજરી આપશે. ત્યારબાદ સાસણગીર ખાતે આવેલા સિંહ સદનમાં રાત્રિ રોકાણ કરશે. જો કે, ૩ માર્ચે સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત લેશે. જ્યાં સવારે ૦૬:૦૦ વાગ્યાથી ૦૯:૦૦ વાગ્યા સુધી રોકાશે. ૧૦:૦૦ વાગ્યે વન વિભાગની નેશનલ કોન્ફરન્સમાં હાજરી આપશે. કોન્ફરન્સ બાદ વડાપ્રધાન મોદી ગીર હેલિકોપ્ટર પહોંચશે. ગીર હેલીપેડથી સીધા રાજકોટ એરપોર્ટ પહોંચશે. રાજકોટ એરપોર્ટથી પીએમ મોદી બે વાગ્યે દિલ્હી જશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ૭ અને ૮ માર્ચે રોજ દક્ષિણ ગુજરાતના સુરત – નવસારીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમો માટે વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત અને નવસારીના કાર્યક્રમ માટે રૂપિયા ૧૪ કરોડના ખર્ચે ૨ વિશેષ ડોમ તૈયાર કરાશે. સુરતના લિંબાયતમાં નિલગીરી ગ્રાઉન્ડમાં આગામી ૭ મી માર્ચનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન અન્ન સુરક્ષા સંતતિ યોજના હેઠળ શહેર અને જિલ્લાના ૭૫ હજારથી વધુ પરિવારોને નિઃશુલ્ક રાશન વિતરણ કરવામાં આવશે. નિલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજીત થનાર વિશાળ જનસભા માટે ૭ કરોડ ૧૫ લાખના ખર્ચે વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેઓ કેપિટલ સ્કવેરથી મહારાણા પ્રતાપ સર્કલ અને ત્યાંથી નિલગીરી સર્કલ સુધી ૩ કિલોમીટરનો મેગા રોડ શો યોજાશે…જનસભા માટે ૫૩ હજાર ચોરસ મીટર વિસ્તારની જગ્યા પર ૩૮ હજાર ચોરસ મીટરનો ડોમ તૈયાર થશે. લાખોની મેદની પીએમને આવકારવા ઉમટી પડે તેવો અંદાજ છે.