શું તમે ક્યારેય ૧૫ દિવસમાં પાંચ કિલો વજન ઘટાડવાનો વિચાર કર્યો છે? આ મુશ્કેલ લાગી શકે છે પણ આ અશક્ય નથી. તેના માટે ક્રેશ ડાયેટ કે જીમ જવાની જરૂર નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી અપનાવવી મહત્વપૂર્ણ છે.
વજન ઘટાડવું એ એક મોટો પડકાર છે. વજન વધવાની સમસ્યાથી પીડાતા ઘણા લોકો વજન ઘટાડવા માટે શક્ય તેટલા પ્રયાસ કરતા જોવા મળે છે. શું તમે ક્યારેય ૧૫ દિવસમાં પાંચ કિલો વજન ઘટાડવાનો વિચાર કર્યો છે? આ મુશ્કેલ લાગી શકે છે પણ આ અશક્ય નથી. તેના માટે ક્રેશ ડાયેટ કે જીમ જવાની જરૂર નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી અપનાવવી મહત્વપૂર્ણ છે. હવે તમે વિચારી રહ્યા હશો કે તમે માત્ર 15 દિવસમાં પાંચ કિલો વજન કેવી રીતે ઘટાડી શકો છો. તો આજે આપણે તેના વિશે જાણીશું.
સવારે ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પીવો
ગરમ લીંબુ-મધ પાણીથી તમારા દિવસની શરૂઆત ગેમ ચેન્જર બની શકે છે. લીંબુમાં વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં અને ચયાપચય વધારવામાં મદદ કરે છે. તે ઉપરાંત મધમાં સ્વાસ્થ્ય લાભો છે, જે ઉર્જા પ્રદાન કરે છે. ગરમ પાણીમાં એક ચમચી મધ અને અડધા લીંબુનો રસ ભેળવીને સવારે ખાલી પેટે તેનું સેવન કરો.
પૌષ્ટિક નાસ્તો કરો
વજન ઘટાડવા માટે ફાયદાકારક હોય તેવો પૌષ્ટિક નાસ્તો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જેના કારણે ઈંડા ખાધા પછી પેટ ભરેલું લાગે છે. વિટામિન અને ખનિજો માટે તમે તમારા નાસ્તામાં ઓટ્સ, લાંબા સમય સુધી ચાલતી ઉર્જા માટે અનાજ, તેમજ ફળોનો સમાવેશ કરી શકો છો.
ઓછામાં ઓછા એક કલાક કસરત કરો
વજન ઘટાડવા માટે દરરોજ ઓછામાં ઓછા એક કલાક કસરત કરવી જરૂરી છે. કસરતમાં ચાલવા અથવા દોડવા જેવી કાર્ડિયો કસરતો તેમજ સ્નાયુઓના સ્વાસ્થ્ય માટે અને ચયાપચય શક્તિ વધારવા માટે શક્તિ તાલીમનો સમાવેશ થાય છે. કસરત કરવા માટે તમારે જીમમાં જવાની જરૂર નથી. તમે ડાન્સ કરીને, તરીને અથવા અન્ય દૈનિક પ્રવૃત્તિઓ કરીને કેલરી બર્ન કરી શકો છો.
ધીમે-ધીમે ખાઓ
ધીમે-ધીમે ખાવાથી કેલરી ઓછી થાય છે અને પાચનમાં સુધારો થાય છે. મગજને પેટ ભરાઈ ગયું છે તે સંકેત મેળવવામાં લગભગ ૨૦ મિનિટ લાગે છે. જો તમે ખૂબ ઝડપથી ખાશો, તો તમારા મગજને ખ્યાલ આવે કે તમારું પેટ ભરાઈ ગયું છે તે પહેલાં તમે વધુ ખાઈ શકો છો, જેનાથી વજન વધી શકે છે. જમતી વખતે ખોરાકને સારી રીતે ચાવીને ખાઓ. ઉપરાંત જમતી વખતે ટીવી કે મોબાઈલ જોવાનું ટાળો.
ખાંડવાળું પીણાં ઓછા કરો
ફળોના રસ અને ચા અને કોફી જેવા ખાંડવાળા પીણાં વજનમાં વધારો કરે છે. તેના બદલે, પાણી, હર્બલ ટી અથવા બ્લેક કોફી જેવા સ્વસ્થ વિકલ્પો પસંદ કરો. અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનના એક અભ્યાસમાં જણાવ્યા મુજબ, ખાંડવાળા પીણાંનું સેવન ઓછું કરવાથી વજન ઘટે છે અને સ્થૂળતાનું જોખમ પણ ઓછું થાય છે.
સારી ઉંઘ લો
સારી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઊંઘનો અભાવ ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સના સંતુલનને વિક્ષેપિત કરી શકે છે, જે ભૂખ વધારે છે અને આપણને ઉચ્ચ કેલરીવાળા ખોરાક ખાવાની ઇચ્છા કરાવે છે. વજન ઘટાડવા માટે, દરરોજ રાત્રે ઓછામાં ઓછા સાતથી આઠ કલાકની ઊંઘ લેવી જરૂરી છે.
પાણીના પીવાના ફાયદા
વજન ઘટાડવા અને એકંદરે સારા સ્વાસ્થ્ય માટે પુષ્કળ પાણી પીવું જરૂરી છે. પાણી ભૂખ ઘટાડવામાં, ચયાપચય વધારવામાં અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરી શકે છે. દિવસમાં ઓછામાં ઓછા ૮-૧૦ ગ્લાસ પાણી પીવાનો પ્રયાસ કરો. ઉપરાંત, તમારા શરીરમાં પાણીની માત્રા વધારવા માટે તમારા આહારમાં કાકડી, તરબૂચ અને નારંગી જેવા હાઇડ્રેટિંગ ફળોનો સમાવેશ કરો.