ઓસ્કાર એવોર્ડમાં ભારતને ઝટકો

૯૭ મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર ૨૦૨૫ ની શરૂઆત ખૂબ જ ધામધૂમથી થઈ છે. આ કાર્યક્રમ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. આ વખતે એકેડેમી એવોર્ડ્સનું હોસ્ટિંગ કોનન ઓ’બ્રાયન કરી રહ્યા છે. પહેલી વાર તેમણે ઓસ્કાર એવોર્ડ્સનું સંચાલન કરવાની જવાબદારી સંભાળી છે. આ કાર્યક્રમમાં ઘણા સ્ટાર્સે શાનદાર પ્રદર્શન કર્યું. અત્યાર સુધી કોણે એવોર્ડ જીત્યા છે ચાલો જાણીએ… 

Academy Awards GIFs | Tenor

બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીતવાની રેસમાં કીરન કલ્કિને એડવર્ડ નોર્ટન, યુરા બોરીસોવ, ગાય પીયર્સ અને જેરેમી સ્ટ્રોંગને હરાવ્યા. એવોર્ડ જીત્યા પછી તેમણે બધાનો આભાર માન્યો. તેમણે પોતાના પરિવારની પ્રશંસા કરતા, તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો.

Oscar Awards Background Gif

બેસ્ટ ઓરિજિનલ સ્કોર : ધ બ્રુટાલિસ્ટ 

બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો ખિતાબ ધ બ્રુટાલિસ્ટ માટે ડેનિયલ બ્લૂમબર્ગે જીત્યો હતો. બ્રુટાલિસ્ટના ખાતામાં આ બીજો એવોર્ડ આવ્યો હતો. 

બેસ્ટ સિનેમેટોગ્રાફી : ધ બ્રુટાલિસ્ટ 

બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ : આ ઈ એમ સ્ટીલ હીયર 

બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ : આઈ એમ નોટ અ રોબોટ 

‘અનુજા’ ઓસ્કાર ન જીતી શકી 

લાઈવ એક્શન શોર્ટ ફિલ્મનો એવોર્ડ વિક્ટોરિયા વૉરમેર્ડન અને ટ્રેન્ટે ફિલ્મ આઈ એમ નોટ અ રોબોટે જીત્યો હતો. એડમ જે ગ્રેવસ્સ અને સુચિત્રા મિત્તલની ફિલ્મ ‘અનુજા’ ઓસ્કાર જીતી શકી નહોતી. જે ભારત માટે એક મોટો ઝટકો સાબિત થયો. અનુજા ફિલ્મ સાથે પ્રિયંકા ચોપડા, ગુનીત મોંગા કો પ્રોડ્યુસર તરીકે જોડાયેલા હતા. અનુજા એક 9 વર્ષની બાળકીની કહાણી હતી જે ફેક્ટરીમાં કામ કરે છે. અનુજાની ભૂમિકા સજદા પઠાણે ભજવી હતી. તે અસલમાં ચાઈલ્ડ લેબર હતી. 

બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ : ‘ડ્યૂન પાર્ટ 2’ માટે પોલ લેમ્બર્ટ, સ્ટીફન જેમ્સ, રેસ સાલકોમ્બ અને ગેર્ડ નેજ્ફરે એવોર્ડ રિસીવ કર્યો 

બેસ્ટ સાઉન્ડ એવોર્ડ : ‘ડ્યૂન પાર્ટ 2’ માટે ગિરીથ જેન, રિચર્ડ કિંગ, રોબર્ટ બાર્ટલેટ અને ડોગ હેમ્ફિલે  એવોર્ડ રિસીવ કર્યો 

બેસ્ટ ડોક્યુમેન્ટ્રી ફિચર ફિલ્મ – નો અધર લેન્ડ 

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ : જોઈ સલ્દાના (એમિલિયા પેરેજ)

બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલ – ધ સબસ્ટેન્સ

બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે – કોન્ક્લેવ

બેસ્ટ એનિમેટેડ ફિલ્મ – ફ્લો

બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ – ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ

બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન – પોલ ટેઝવેલ (વિકેડ)

બેસ્ટ ફિલ્મ એડિટિંગ – અનોરા (સીન બેકર)

બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ – ધ ઓનલી ગર્લ ઈન ધ ઓર્કેસ્ટ્રા 

બે વખત એકેડમી એવોર્ડ વિજેતા એમા સ્ટોનનો ગ્લેમરસ અંદાજ  

Оскар GIF - Find on GIFER

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *