૧૮ વર્ષ બાદ ગીર પહોંચ્યા પીએમ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગીરમાં સિંહ દર્શન કર્યા હતા.

Photo Gallery | Prime Minister of India

તેમનો કાફલો ભંભાફોળ નાકાથી પ્રવેશ્યો હતો અને ખુલ્લી જિપ્સીમાં સવાર થઈ તેમણે સિંહ દર્શન કર્યા હતા. આ દરમિયાને તેમણે ગીર સફારીની કેટલીક તસવીરો કેમેરામાં કેદ કરી હતી. ૧૮ વર્ષ બાદ પીએમ મોદી ગીર પહોંચ્યા હતા.

PM મોદી બન્યા 'વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર', સાસણ ગીરમાં સિંહ દર્શનની સાથે કરી  વન્યજીવોની સુંદર ફોટોગ્રાફી

પીએમ મોદી સિંહ દર્શન સમયે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરના લુકમાં નજરે પડ્યાં હતા. સિંહ ઉપરાંત તેમણે નીલગાયનો પણ ફોટો પાડ્યો હતો. જિપ્સીમાં ઉભા રહીને કેસૂડાના ફૂલ પણ તોડ્યા હતા.

Image
Image
Image
Image

ગુજરાતમાં સાસણ ગીરમાં વસતા એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રયાસો કર્યા હતા. તેમણે પોતે વર્ષ ૨૦૦૭ માં ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી, અને ત્યાંની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ, તેમણે ગીર વિસ્તારના સમગ્ર વિકાસ માટે, સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીરની વન્યજીવસૃષ્ટિની જાળવણી માટેના ભગીરથ પ્રયાસો આદર્યા હતા.

Image

Image

Image

Image

૨૦૦૭ માં થયેલા સિંહોના શિકારની ઘટના પછી, ગુજરાત સરકારે જૂનાગઢમાં ગ્રેટર ગીર વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ટાસ્ક ફોર્સ ડિવિઝનની સ્થાપના કરી, જેનો હેતુ વન્યજીવ ગુનાઓ પર દેખરેખ રાખવાનો, ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો અને એશિયાઇ સિંહો તેમજ એશિયાઇ સિંહોના ક્ષેત્રમાં વસતા અન્ય વન્યજીવોના સંરક્ષણને મજબૂત બનાવવાનો હતો. નરેન્દ્ર મોદીએ બૃહદ્ ગીરની સંકલ્પના આપી, જેમાં ગીર એટલે ફક્ત ગીર નેશનલ પાર્ક અને સેન્ચુરી જ નહીં, પરંતુ બરડાથી લઇને બોટાદ સુધીનો ૩૦ હજાર ચોરસ કિમીમાં ફેલાયેલો વિસ્તાર, જ્યાં એશિયાઇ સિંહોની વસ્તી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *