મોંઘવારી હજુ ઘટશે !

પ્રજાને મળશે મોટી રાહત.

મોંઘવારી હજુ ઘટશે ! પ્રજાને મળશે મોટી રાહત, શાકભાજીની કિંમતો થઈ શકે છે સસ્તી 1 - image

યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ભારતમાં જૂન-૨૦૨૩ માં પહેલીવાર ખાદ્ય ફુગાવો પાંચ ટકા ઘટી શકે છે. ભારતમાં શાકભાજીની કિંમતો ઘટવાના કારણે ફેબ્રુઆરી-૨૦૨૫ માં એકંદર રિટેલ ફુગાવો વધુ ધીમો પડીને ચાર ટકાની નીચે પહોંચી શકે છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે, ફેબ્રુઆરીમાં ગ્રાહક ભાવ સૂચકાંક (CPI) મોંઘવારી ઘટીને ૩.૯૪ % નોંધાઈ છે, જ્યારે જાન્યુઆરીમાં-૨૦૨૫ માં ૪.૩૧ % નોંધાઈ હતી. 

India's inflation almost flat at 5.1% in February; food inflation rises -  The Economic Times

રિપોર્ટ મુજબ, શાકભાજી, ખાસ કરીને ડુંગળી, બટાટા અને ટામેટાની કિંમતોમાં ફરી ઘટાડો થવાના કારણે ફેબ્રુઆરી-૨૦૨૫ માં સીપીઆઈ મોંઘવારી ૩.૯૪ % સુધી ઘટવાની આશા છે. જ્યારે જાન્યુઆરીમાં તે ૪.૩૧ % નોંધાઈ હતી. આ પહેલા પણ શાકભાજી અને અન્ય ખાદ્ય ઉત્પાદનોના ભાવ ઘટવાને કારણે ડિસેમ્બર-૨૦૨૪ માં રીટેલ ફુગાવો ઘટીને ૫.૨૨ % થયો હતો.

inflation: India's retail inflation accelerates to 5.1% in June as food  inflation nearly doubles YoY - The Economic Times

રિટેલ ફુગાવાનો મુખ્ય કમ્પોનેન્ટ ખાદ્ય ફુગાવો છે, જે ફેબ્રુઆરી ૨૦૨૫ માં ઘટીને ૪.૬૬ % થવાનો અંદાજ છે. આ એક મોટો ઘટાડો હશે. જૂન ૨૦૨૩ પછી આ પ્રથમ વખત છે, જ્યારે ખાદ્ય ફુગાવો ૫ % ના સ્તરથી નીચે ગયો છે. ખાદ્ય ફુગાવો સતત ચોથા મહિને નેગેટિવ ઝોનમાં રહ્યું છે, કારણ કે તે સમયે એટલે કે શિયાળાની ઋતુમાં શાકભાજીની કિંમતોમાં ઘડાડો થતો હોય છે.

June food inflation UPSC NOTE | Learnerz IAS | Concept oriented UPSC  Classes in Malayalam

રિપોર્ટ મુજબ ખરીફ ઉત્પાદન મજબૂત થયું છે તેમજ શિયાળામાં શાકભાજીની કિંમતો ઘટી છે, જેના કારણે આ બંને પરિબળોએ ખાદ્ય મોંઘવારી ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. જોકે આ દરમિયાન ખાદ્ય તેલો અને ખાંડની કિંમતોમાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *