જો તમે ધૂળેટીના દિવસે રંગ અને ગુલાલથી રમવાનું વિચારી રહ્યા છો, તો આજે જ તમારા વાળની સંભાળ લેવાનું શરૂ કરી દો. અહીં અમે તમને હોળી પહેલા અને હોળી બાદ વાળની સંભાળ રાખવાની ટિપ્સ વિશે જણાવીશું
હોળી અને ધૂળેટીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ લોકો તેની તૈયારીમાં જોડાઈ ગયા છે. આ વર્ષે ધૂળેટી ૧૪ માર્ચે છે અને બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ઘણા લોકો કલર અને ગુલાલ ખરીદી રહ્યા છે, તો કેટલાક લોકો નવા કપડાં પણ ખરીદી રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે પોતાનું અને તમારા પ્રિયજનોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
હોળી હેયર કેર ટિપ્સ
જો તમે ધૂળેટીના દિવસે રંગ અને ગુલાલથી રમવાનું વિચારી રહ્યા છો, તો આજે જ તમારા વાળની સંભાળ લેવાનું શરૂ કરી દો. અહીં અમે તમને હોળી પહેલા અને હોળી બાદ વાળની સંભાળ રાખવાની ટિપ્સ વિશે જણાવીશું.
હોળી રમતા પહેલા વાળમાં શું લગાવવું?
હોળી રમતા પહેલા તમે તમારા વાળ પર નારિયેળનું તેલ કે સરસવ લગાવી શકો છો. તેને વાળ પર યોગ્ય રીતે લગાવવાથી વાળ પર તેલનું લેયર જમા થાય છે, જે વાળને પ્રાકૃતિક રીતે રંગોથી બચાવે છે. તેનાથી વાળમાં રંગ નીચે સુધી બેસતા અટકે છે.
એલોવેરા જેલ
તમે તમારા વાળમાં એલોવેરા જેલ પણ લગાવી શકો છો. તેને લગાવવાથી વાળ ચીકણા નહીં રહે અને તે વાળને મોઇશ્ચરાઇઝ કરશે અને રંગોથી પણ બચાવશે.
કન્ડિશનર અથવા સીરમ
હોળી રમતા પહેલા તમે તમારા વાળમાં કન્ડિશનર અથવા હેર સીરમ પણ લગાવી શકો છો. આ વાળને વધુ સારા રાખવામાં મદદ કરશે અને વાળને શુષ્કતાથી પણ બચાવશે. તેને લગાવવાથી વાળમાં રંગ નહી બેસે.
વાળને ઢાંકી દો
હોળી રમતા પહેલા તમે તમારા વાળને યોગ્ય રીતે ઢાંકી શકો છો. આ સમય દરમિયાન તમે ટોપી અથવા સ્કાર્ફ પણ પહેરી શકો છો.