આઇસીસી વન ડે ટ્રોફીના ૧૨ વર્ષના વનવાસનો અંત લાવવાના ઈરાદા સાથે ભારતીય ટીમ આજે ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીના વન ડે મુકાબલામાં ઉતરી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ફાઈનલમાં પણ ટોસ હાર્યો છે. ટીમ ઈન્ડિયાને ૨૫૨ રનનો ટાર્ગેટ મળ્યો છે. ન્યૂઝીલેન્ડે ૫૦ ઓવરમાં સાત વિકેટના નુકસાને ૨૫૧ રન બનાવ્યા છે.
આઈસીસી ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટમાં ઉમદા બોલિંગ કરનારો મોહમ્મદ શમી ફાઈનલમાં પોતાનો જલવો બતાવી શક્યો ન હતો. શમીને પ્રથમ છ ઓવરમાં કોઈ વિકેટ હાથ લાગી ન હતી. સાતમી ઓવરે મિચેલની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સાથે આજની ટૂર્નામેન્ટમાં શમીએ નવ ઓવરમાં ૭૪ રન આપી એક જ વિકેટ ઝડપી છે.
ટીમ ઈન્ડિયાના સ્પિનર્સનો આજે ફાઈનલ મેચમાં પણ દબદબો જોવા મળ્યો હતો. વરૂણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે ૨-૨ વિકેટ ઝડપી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
ન્યૂઝીલેન્ડની ટીમે ટીમ ઈન્ડિયાને ૨૫૨ રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂઝીલેન્ડે ૫૦ ઓવરમાં સાત વિકેટના નુકસાને ૨૫૧ રન બનાવ્યા છે.
ન્યૂઝીલેન્ડની વિકેટઃ ૫૭-૧ (વિલ યંગ, ૭.૫ ઓવર), ૬૯-૨ (રચિન રવિન્દ્ર, ૧૦.૧ ઓવર), ૭૫-૩ (કેન વિલિયમસન, ૧૨.૨ ઓવર), ૧૦૮-૪ (ટોમ લેથમ, ૨૩.૨ ઓવર), ૧૬૫-૫ (ફિલિપ્સ, ૩૭.૫ ઓવર), ૨૧૧-૬ (ડેરિયલ મિચેલ, ૪૫.૪ ઓવર)