હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દ્વારકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના પર્વ નિમિત્તે પગપાળા યાત્રાળુઓ દ્વારકા પહોંચી રહ્યાં છે. જેથી દ્વારકામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે.
ફાગણ સુદ પૂનમના દિવસે ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા અને ઠાકોરજીનો આશિર્વાદ મેળવવા માટે પદયાત્રીઓ ઉપડી ગયા છે. આ સિવાય અનેક જગ્યાએ પદયાત્રીઓ માટે ખાસ સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકા પહોંચેલા ભક્તો ગોમતીઘાટમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી રહ્યાં છે અને ભગવાન દ્વારકાધીના દર્શન કરી રહ્યાં છે.
ર્શન સમયમાં ફેરફાર
- સવારે ૦૬:૦૦ વાગ્યે મંગળા આરતી
- બપોરે ૦૧:૦૦ થી ૦૧:૩૦ મંદિર બંધ રહેશે
- ૦૧:૩૦ વાગ્યે ઉત્સવ આરતી
- ૦૨:૩૦ સુધી દર્શન ખુલ્લા રહેશે
- ૦૨:૩૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે
- ત્યારબાદ નિત્યક્રમ મુજબ સાંજની પૂજાવિધિ થશે