રાજકોટમાં એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ

ગુજરાતના રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયરની ટીમ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહી છે. આગમાં અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યું છે. 

રાજકોટમાં મોટી ઘટના, એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રણના મોત, ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે 1 - image

રાજકોટના ૧૫૦ ફૂટ રોડ પરના એટલાન્ટિસ બિલ્ડિંગના D બ્લોકના છઠ્ઠા માળે ૬૦૩ નંબરના ફ્લેટમાં આગ લાગી છે. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઉપરના માળે ફસાયેલા લોકોને હાઇડ્રોલિક લિફ્ટ મારફતે નીચે ઉતારી રહ્યાં છે. હાલ, ફાયરની ટીમ સાથે એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગમાં અત્યાર સુધી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જેને નજીકની હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. 

રાજકોટમાં મોટી ઘટના, એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, ત્રણના મોત, ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે 2 - image

હજુ સુધી આગ લાગવાનું કોઈ નક્કર કારણ સામે નથી આવ્યું. આગ ઓલવાયા બાદ ફાયર અને પોલીસની ટીમ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *