ડોનાલ્ડ ટ્રમ્પની ટ્રાવેલ બૅન મૂકવાથી ભારતના પાડોશીઓનું ટેન્શન વધ્યું

એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લેનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ૪૧ દેશો પર વ્યાપકપણે મુસાફરી પ્રતિબંધ મૂકવાની યોજના અંગે વિચારી રહ્યા છે. આ પ્રસ્તાવિત નીતિ ખાસ કરીને ભારતના પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને મ્યાનમારને અસર કરી શકે છે. 

Donald Trump has imperial ambitions. Why won't anyone take him seriously?

ટ્રમ્પની આ નીતિ ૨૦ જાન્યુઆરીએ દ્વારા જારી કરાયેલા એક એક્ઝિક્યુટિવ ઓર્ડરનો એક ભાગ છે જેમાં વિદેશી નાગરિકો માટે કડક સુરક્ષા તપાસ ફરજિયાત કરવામાં આવી હતી. આ આદેશમાં ઘણા કેબિનેટ અધિકારીઓને ૨૧ માર્ચ સુધીમાં એવા દેશોની યાદી સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો જ્યાં અપર્યાપ્ત તપાસ અને સ્ક્રિનિંગ પ્રક્રિયાઓને કારણે મુસાફરી પર સંપૂર્ણ અથવા આંશિક પ્રતિબંધ મૂકવો જોઈએ.

Why Nigeria should be excluded from Trump's travel ban - CNN - Nairametrics

અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા માટે ટ્રમ્પ દ્વારા આ પગલું ભરવામાં આવી શકે છે. જોકે હજુ સુધી ૪૧ દેશોની યાદીને ફાઈનલ ટચ નથી અપાયો અને તેમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે. આ યાદીને હજુ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની સહમતિની સાથે વહીવટી મંજૂરીની જરૂર પડશે.

આ પ્રસ્તાવિત પ્રતિબંધની સૌથી મોટી અસર ભારતના પડોશી દેશો ખાસ કરીને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનને સંપૂર્ણ મુસાફરી પ્રતિબંધની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે, જ્યારે પાકિસ્તાનને પણ આ યાદીમાં સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે. આનાથી આવા  દેશોના નાગરિકો માટે અમેરિકામાં પ્રવેશ કરવો મુશ્કેલ બની શકે છે. તેનાથી અફઘાનિસ્તાનના શરણાર્થીઓ અને સ્પેશિયલ ઇમિગ્રન્ટ વિઝા (SIV) ધારકો પર મોટી અસર પડી શકે છે જે તાલિબાન સત્તામાં આવ્યા બાદ અમેરિકા પહોંચ્યા હતા. જોકે એવી પણ ચર્ચા છે કે અમેરિકાનો વિદેશ મંત્રાલય SIV ધારકોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *