રાજ્યના શિક્ષણ વિભાગે RTEમાં પ્રવેશ માટે આવક મર્યાદા રૂપિયા દોઢ લાખથી વધારીને ૬ લાખ કરી છે. અરજી કરવાની તારીખ પણ લંબાવીને ૧૪ એપ્રિલ કરવામાં આવી છે.
રાજ્યમાં મધ્યમવર્ગને લાભ આપવા માટે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેની આવક મર્યાદામાં ૧.૫ લાખથી વધારીને ૬ લાખ સુધી કરવામાં આવી છે. ત્યારે હવે વાર્ષિક ૬ લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓ બાળકોને પ્રવેશ મળશે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આવક મર્યાદા ૬ લાખ સુધીની મંજૂર કરાઇ છે.

વાલીઓ ૧૫ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ત્યારે આ આવક માર્યદામાં વધારો કરવાથી મધ્યમવર્ગના મોટાભાગના લોકોને લાભ મળી શકશે. પરિપત્રમાં જણાવ્યું છે કે, RTE ACT-૨૦૦૯ ની કલમ ૧૨.૧ (સી) હેઠળ નબળા અને વંચિત જૂથનાં બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં ધોરણ-1માં વિનામુલ્યે પ્રવેશ આપવાની કાર્યવાહી શિક્ષણ વિભાગના સંદર્ભ-૧ દર્શિત ઠરાવની જોગવાઈઓ મુજબ અત્રેની કચેરી દ્વારા તા.૧૯/૦૨/૨૦૨૫નાં રોજ સમાચારપત્રોમાં જાહેરાત આપી https://rte.orpgujarat.com/ પર તા.૨૮-૦૨-૨૦૨૫ થી તા.૧૬-૦૨-૨૦૨૫ દરમિયાન ઓનલાઈન અરજી કરવા માટે સમય આપવામાં આવી. અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ. ૧.૨૦/- લાખ અને શહેરી વિસ્તારમાં રૂ. ૧.૫૦/-લાખ આવક મર્યાદા હતી જે શિક્ષણ વિભાગના તા. ૧૩/૦૩/૨૦૨૫ના પત્રથી મળેલ મંજુરી અન્વયે હવેથી ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વાર્ષિક રૂ. ૬.૦૦/- લાખ કરવામાં આવી છે.
