નીતિન ગડકરીએ જાતિ અને ધર્મના આધારે ભેદભાવ ન કરવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે સમાજ સેવા સૌથી મહત્વપૂર્ણ છે.
નીતિન ગડકરીએ જાતિ અને ધર્મના આધારે ભેદભાવ ન કરવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે સમાજ સેવા સૌથી મહત્વપૂર્ણ છે. તેમણે સ્પષ્ટપણે પોતાનો મત વ્યક્ત કર્યો કે તેઓ કોઈપણ દબાણ હેઠળ પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કરશે નહીં. તેમણે શિક્ષણના મહત્વ અને તે લોકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકે છે તેના પર પણ પ્રકાશ પાડ્યો.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં કહ્યું કે તેઓ ધર્મ અને જાતિ વિશે જાહેરમાં વાત કરતા નથી. તેમનું માનવું છે કે લોકો સમાજ સેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. ગગડકરીએ ગત વર્ષે ચુટણી પ્રચાર દરમિયાન કહેલી વાત યાદ કરતા કહ્યું હતું કે જે કોઈ જાતિ વિશે વાત કરશે, હું તેને લાત મારીશ. તેમણે એમ પણ કહ્યું કે ભલે તેઓ ચૂંટણી હારે કે મંત્રી પદ ગુમાવે, તેઓ તેમના સિદ્ધાંત પર અડગ રહેશે. ગડકરીએ એક લઘુમતી સંસ્થાના દીક્ષાંત સમારોહમાં આ વાત કહી હતી.
અમે ક્યારેય જાતિ કે ધર્મના આધારે ભેદભાવ કરતા નથી. હું રાજકારણમાં છું અને અહીં ઘણી બધી બાબતો બને છે. પણ મેં મારી રીતે કામ કરવાનું નક્કી કર્યું છે. મને કોણ મત આપશે તેની મને ચિંતા નથી. તેમણે આગળ કહ્યું કે મારા મિત્રોએ કહ્યું કે તમારે આ ન કહેવું જોઈતું હતું. પણ મેં જીવનમાં આ સિદ્ધાંતનું પાલન કરવાનું નક્કી કર્યું છે. જો હું ચૂંટણી હારી જાઉં કે મંત્રી પદ ન મળે તો હું મરી જઇશ નહિં.