ઉનાળામાં અસહ્ય ગરમી પડવાથી ટેનિંગની સમસ્યા વધી જાય છે. ટેનિંગ દૂર કરવા માટે રાસાયણિક પ્રોડક્ટસની જરૂર નથી. ફક્ત કાચા દૂધ અને કેટલીક યોગ્ય ઘરગથ્થુ સામગ્રીનો ઉપયોગ કરો.
ઉનાળા માં તીવ્ર સૂર્યપ્રકાશને કારણે દરેક વ્યક્તિને સ્કિન ટેનિંગ ની સમસ્યા થાય છે . સન ટેનને કારણે ચહેરાનો રંગ ઝાંખો પડી જાય છે અને ત્વચા શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે કાચું દૂધ એક કુદરતી ઉપાય છે. આનાથી તમે સરળતાથી ટેનિંગ દૂર કરી શકો છો. કાચા દૂધમાં કેટલાક ઘરેલું ઉપચાર ભેળવીને લગાવવાથી તમારી ત્વચા સ્વચ્છ અને ચમકદાર બનશે.
સ્કિન ટેનિંગ દૂર કરવા કાચા દૂધનો ઉપયોગ
- લીંબુનો રસ અને કાચું દૂધ : ૧ ચમચી તાજા લીંબુનો રસ ૨ ચમચી કાચા દૂધમાં મિક્સ કરો. તેને ચહેરા અને ગરદન પર લગાવો અને ૧૦ મિનિટ માટે રહેવા દો. હુંફાળા પાણીથી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં ૨-૩ વાર કરો.
- ગુલાબજળ અને કાચું દૂધ : કાચું દૂધ અને ગુલાબજળ સમાન માત્રામાં મિક્સ કરો.
- તેને રૂથી ચહેરા પર લગાવો અને ૧૫ મિનિટ માટે રહેવા દો. તાજા પાણીથી ધોઈ લો. દરરોજ આ કરવાથી ત્વચા નરમ, ચમકદાર અને ટેન-ફ્રી બનશે.
- કાચા દૂધથી ચહેરો સાફ કરો : કાચા દૂધમાં રૂ બોળીને ચહેરા પર લગાવો.
- ૫ મિનિટ સુધી હળવા હાથે માલિશ કરો. તેને ૧૦-૧૫ મિનિટ માટે રહેવા દો, પછી ઠંડા પાણીથી ધોઈ લો.
- ઉનાળામાં અસહ્ય ગરમી પડવાથી ટેનિંગની સમસ્યા વધી જાય છે. ટેનિંગ દૂર કરવા માટે રાસાયણિક પ્રોડક્ટસની જરૂર નથી. ફક્ત કાચા દૂધ અને કેટલીક યોગ્ય ઘરગથ્થુ સામગ્રીનો ઉપયોગ કરો. લીંબુનો રસ, ગુલાબજળ જેવા કુદરતી ઉપાયો સાથે કાચા દૂધનો ઉપયોગ કરવાથી, તમારી ત્વચા માત્ર ટેન-ફ્રી જ નહીં, પણ ચમકતી પણ દેખાશે. જો તમે કુદરતી અને રસાયણમુક્ત રીતે તમારી ત્વચાને ચમકદાર બનાવવા માંગતા હો, તો આ ઘરેલું ઉપાયો અજમાવો.