આજનુ પંચાંગ
એકનાથ છઠ
ઉત્તર ગોલારંભ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૮ ક.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૫ મિ. (સુ) ૭ (ક.) ૩૩ મિ. (મું) ૭ ક. ૩૨ મિ.
જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય) રાશિ આવે.
નક્ષત્ર : અનુરાધા ૨૩ ક. ૩૨ મિ. સુધી પછી જયેષ્ઠા નક્ષત્ર આવે. જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.
ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-મિથુન(વ.), બુધ-મીન, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩-૩૦ થી ૧૫-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે: ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧
ઉત્તરાયણ વસંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : ફાગણ / ૨૯ / વ્રજ માસ : ચૈત્ર
માસ-તિથિ-વાર : ફાગણ વદ છઠ
– સાયન સૂર્ય મેષમાં ૧૪ ક. ૩૩ મિ.થી
– એકનાથ છઠ
– ઉત્તરગોલાંરભ
– વિષુવદિન
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રમજાન માસનો ૧૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ આવાં માસનો ૮મો રોજ દેપઆદર
આજ નું રાશિફળ

આ ત્રણ રાશિના જાતકોને આજે થઈ રહ્યો છે આર્થિક લાભ, ચાલો જોઈએ શું છે બાકીની રાશિના હાલ?

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ભરપૂર રહેશે. આજે તમારા રોજબરોજના જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજે વધારે પડતો ખર્ચ તમારા માટે મુશ્કેલી પેદા કરી શકે છે. આજે કુંવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આજે સંતાનપક્ષ તરફથી તમને રાહત મળશે. પૈસા બચાવવામાં પણ સફળતા મળશે.

વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ પ્રકારના વાદ-વિવાદથી બચવાનો રહેશે. આજે તમારા માટે વધી રહેલો ખર્ચ મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે કોઈ લાંબા સમયથી અટકી પડેલાં કામ કે પ્રોજેક્ટ પર ફરીથી કામ શરૂ થઈ શકે છે. આજે તમારે તમારી ખાણી-પીણીનું ખાસ ધ્યાન રાખવું પડશે. ઓફિસ રોમેન્સમાં પડવાનું ટાળો, નહીં તો તમે મુશ્કેલીમાં ફસાઈ જશો. સંતાન આજે તમારા માટે મુશ્કેલી ઉભી કરશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ઓફિસમાં પોતાના કામ પર ફોકસ કરવાનો રહેશે. બીજાના કામમાં માથુ મારશો તો તમારા કામ સમયસર પૂરા નહીં કરી શકો. આજે બેંકમાં કામ કરી રહેલાં લોકો માટે દિવસ સારો રહેશે. આજે તમે તમારા કામમાં ખૂબ જ વ્યસ્ત રહેશો. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આજે તમારે તમારા દુશ્મનથી ખાસ સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે.

કર્ક રાશિના જાતકોના જીવનમાં આજે પરિવર્તન આવી શકે છે. આજે પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે દિવસ ખાસ રહેશે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ રોમાંચક રહેવાનો છે. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહેલાં લોકોને પાર્ટનર તરફથી કોઈ ખાસ સરપ્રાઈઝ મળી શકે છે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.

સિંહ રાશિના જાતકો માટે કામના સ્થળે આજે દિવસ ખૂબ જ ખાસ રહેશે. કામના સ્થળે સિનિયર્સનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે તમારા ઉપરી અધિકારી તમારા કામમાં તમને ખૂબ જ સપોર્ટ આપશે. આજે તમારા ઉપરી અધિકારી તમારા સાથે મિત્ર જેવો વ્યવહાર કરશે. આજે તમારે તમારા ડાયેટનો ખાસ ખ્યાલ રાખશો. ઓફિસમાં આજે પગારવધારા માટે વાત કરશો. સકારાત્મકતા જાળવી રાખીને જ તમે આગળ વધી શકો છો.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પૈસાની લેવડ-દેવડ કે હિસાબ કરતી વખતે તમારે ખાસ સાવધાની રાખવી પડશે. આજે તમારે તમારા માનસિક સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આજે તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે. રસોડામાં કામ કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. ખૂબ જ સમજી વિચારીને કોઈ જગ્યાએ રોકાણ કરવું પડશે. પરિવારમાં કોઈના લગ્ન નક્કી થઈ શકે છે.

તુલા રાશિના વેપાર કરી રહેલાં લોકો માટે આજનો દિવસ નવા નવા લોકો સાથે મળવાનો અને તેમની સાથે પાર્ટનરશિપ કરવાનો રહેશે. શારીરિક અને માનિસક સ્વાસ્થ્ય આજે સારું રહેશે. પાર્ટનર સાથે તમારું બોન્ડિંગ ખૂબ જ સારું રહેશે. આજે તમારા સ્વાસ્થ્યનું ખાસ સાબિત થશે. ઘર-પરિવારમાં સુખ-શાંતિનો માહોલ જોવા મળશે. ભાઈ-બહેનો સાથે સંબંધો સારા થશે. વેપાર કરી રહેલાં લોકોને પણ નફો થશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કોઈ પણ કામમાં લાપરવાહી દેખાડવી મુશ્કેલીનું કારણ બની શકે છે. આજે તમારે તાણથી દૂર રહેવા માટે એવી પ્રવૃત્તિઓ કરવી પડશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. સંતાન આજે તમારી પાસેથી કોઈ ખાસ વસ્તુની માગણી કરી શકે છે. આજે તમારે તમારી લાગણી અને પ્રેમ વ્યક્ત કરવામાં બિલકુલ ખચકાટ ના દેખાડવો જોઈએ. જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઈઝ ભેટ વગેરે મળી શકે છે.

ધન રાશિના જાતકો માટે આજે જીવનમાં સકારાત્મકતા રાખીને જ તમે કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. વાતચીતથી દરેક સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો. આજે આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે, પણ એની સાથે સાથે ખર્ચનો પણ ખાસ ધ્યાન રાખવું પડશે. ઓફિસમાં આજે તમારી હસી-ખુશીનો માહોલ જોવા મળી શકે છે. આજે તમે સંબંધોમાં નવી નવી વસ્તુઓ શિખશો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ઈચ્છાઓ અને જરૂરિયાત વચ્ચે સંતુલન જાળવીને આગળ વધવાનો રહેશે. આજે તમારું સંપૂર્ણ ધ્યાન ઘર-પરિવાર પર રહેશે. કામના સ્થળે આજે કોઈ નવા નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. આજે કુંવારા લોકોના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. સંતાન આજે તમારી અપેક્ષા પર ખરું ઉતરશે, જેને કારણે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે.

કુંભ રાશિના જાતકો માટે આજે કોઈ ગેરસમજણ જ મુશ્કેલીનું કારણ બનશે. પરિણિત લોકોએ આજે તેમના કામમાં મદદ કરવી પડશે તો જ સંબંધોમાં મિઠાશ જળવાઈ રહેશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશો. પૈસા સંબંધિત કોઈ વાત આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે, પરંતુ તમે તમારી સૂઝબૂઝથી તેમાંથી બહાર આવી જશો. ઘર-પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ચઢાવ-ઉતારથી ભરપૂર રહેશે. આજે તમારે તમારી ખાણી-પીણીનું ખાસ ધ્યાન રાખવું પડશે. બહારનું ખાવાનું ટાળવું પડશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. તાણ લેવાનું ઓછું કરીને સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી રહેશે. ઓફિસમાં આજે તમારું મનપસંદ કામ કરવા મળશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.