આજથી આઇપીએલ ૨૦૨૫ કાર્નિવલ શરૂ

વિશ્વની સૌથી હાઈપ્રોફાઈલ ક્રિકેટ લીગ – આઇપીએલની ૧૮ મી સિઝનનો આજથી કોલકાતામાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. દિલધડક અને રસાકસીભર્યા મુકાબલા માટે જાણીતા આઇપીએલ ‘ક્રિકેટ કાર્નિવલ’માં ચેમ્પિયનનો તાજ મેળવવા માટે ૧૦ ફ્રેન્ચાઈઝી વચ્ચે આગામી ૬૫ દિવસમાં કુલ મળીને ૭૪ મુકાબલા દેશના વિવિધ ૧૩ સ્થળોએ આયોજીત થશે અને તે પછી એક નવી આઇપીએલ ચેમ્પિયન ટીમ જોવા મળશે. આઇપીએલની મેગા હરાજી બાદ ઘણી બધી ટીમોમાં ધરખમ ફેરફારો થયા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા જ નવા કેપ્ટન રહાણેના નેતૃત્વમાં ઉતરશે. 

આજથી IPL કાર્નિવલ શરૂ, 10 ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે જંગ, 65 દિવસમાં કુલ 74 મેચ રમાશે 3 - image

જ્યારે ગત સિઝનમાં કોલકાતાને વિજેતા બનાવનારો કેપ્ટન શ્રેયસ ઐયર આ વખતે પંજાબ કિંગ્સનું ભાગ્ય પલટી નાંખવાની કોશીશ કરશે.  કોલકાતાની સાથે ચેન્નાઈ, હૈદરાબાદ, ગુજરાત અને મુંબઈની સાથે રાજસ્થાનની દાવેદારી મજબૂત છે. જ્યારે દિલ્હીની સાથે બેંગાલુરુ, લખનઉ, પંજાબને પણ આઇપીએલમાં સફળતાની આશા છે. આઇપીએલની ટીમો પર એક નજર…

IPL 2025: The World's Biggest Cricket Fantasy on Team11! – WicketNepal – Nepals No. 1 Cricket Portal

કોલકાતા નાઈટ રાઈડર્સ

Kolkata Knight Riders Fan Flag (GIF) - All Waving Flags

કેપ્ટનઃ રહાણે, કોચ : ચંદ્રકાન્ત પંડિત, બેસ્ટ પર્ફોર્મન્સ : ત્રણ વખત ચેમ્પિયન. સ્ટાર ટુ વોચ : રહાણે, ડી કૉક, ગુરબાઝ, પોવેલ, મનીષ પાંડે, વેંકટેશ ઐયર, રિન્કુ સિંઘ, રસેલ, મોઈન અલી, સુનિલ નારાયણ, નોટ્‌ર્જે, સ્પેન્સર જોહન્સન, વરૂણ ચક્રવર્તી, હર્ષિત રાણા, વૈભવ અરોરા. 

પાવરપ્લેમાં આક્રમક બેટિંગ અને મીડલ ઓવર્સમાં સ્પિનરોનું પ્રભુત્વ કોલકાતાની વિશેષતા છે. અનુભવી ફિનિશરો ટીમને રોમાંચક મુકાબલામાં જીતાડી શકે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ

Chennai Super Kings Fan Flag (GIF) - All Waving Flags

કેપ્ટન : ગાયકવાડ, કોચ : ફ્‌લેમિંગ, બેસ્ટ પર્ફોર્મન્સ : પાંચ વખત ચેમ્પિયન. સ્ટાર ટુ વોચ : ધોની, ગાયકવાડ, કોન્વે, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, રચિન, અશ્વિન, વિજય શંકર, સેમ કરન, દીપક હૂડા, ઓવર્ટન, ખલીલ, નૂર અહમદ, એલીસ, પથિરાના, મુકેશ ચૌધરી. 

તણાવની સ્થિતિમાંથી જીતની રાહ શોધી કાઢવા માટે જાણીતી ચેન્નાઈની ટીમનું સ્પિન ડિપાર્ટમેન્ટ વઘુ મજબુત બન્યું છે. ટીમની બેટિંગ પણ ભલભલા બોલરોને હંફાવે તેવી છે. 

મુંબઈ ઈન્ડિયન્સ

Mumbai Indians Fan Flag (GIF) - All Waving Flags

કેપ્ટન : હાર્દિક પંડ્યા, કોચ : જયવર્દને, બેસ્ટ પર્ફોર્મન્સ : પાંચ વખત ચેમ્પિયન. સ્ટાર ટુ વોચ : રોહિત શર્મા, સૂર્યકુમાર, રિકેલ્ટન, બેવોન જેકોબ્સ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, વિલ જેક્સ, સાન્ટનર, બોસ્ચ, બોલ્ટ, દીપક ચાહર, ટોપ્લી, બુમરાહ, મુજીબ. 

ગત સિઝનમાં છેક છેલ્લા ક્રમે રહેલી મુંબઈની ટીમને પાવર પ્લેમાં બોલિંગ સુધારવી પડશે. ટોપ ઓર્ડરના સ્ટાર્સના હાથમાં સફળતાની ચાવી રહેશે.

રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ

Royal Challengers Bangalore Fan Flag (GIF) - All Waving Flags

કેપ્ટન : રજત પાટીદાર, કોચ : એન્ડી ફ્‌લાવર, બેસ્ટ પર્ફોર્મન્સ : ત્રણ વખત રનરઅપ. સ્ટાર ટુ વોચ : કોહલી, સોલ્ટ, પડિક્કલ, રજત પાટીદાર, જીતેશ શર્મા, લિવિંગસ્ટન, કૃણાલ પંડ્યા, ટીમ ડેવિડ, શેફર્ડ, બેથેલ, હેઝલવૂડ, બી. કુમાર, થુસારા, એનગિડી, યશ દયાલ. 

સુપરસ્ટાર્સની ભરેલી સંતુલિત ટીમ પહેલીવાર ચેમ્પિયન બની શકે. વિસ્ફોટક બેટ્‌સમેનોની સાથે ઓલરાઉન્ડર્સના મામલે બેંગાલુરુ આ વખતે વઘુ મજબુત લાગી રહ્યું છે.

દિલ્હી કેપિટલ્સ 

Delhi Capitals Fan Flag (GIF) - All Waving Flags

કેપ્ટન : અક્ષર પટેલ, કોચ : હેમાંગ બદાણી. બેસ્ટ પર્ફોર્મન્સ : એક વખત રનરઅપ. સ્ટાર ટુ વોચ : કે.એલ. રાહુલ, મેકગર્ક, ડુ પ્લેસીસ, ફેરેઈરા, સ્ટબ્સ, અક્ષર પટેલ, સ્ટાર્ક, ટી.નટરાજન, મોહિત શર્મા, મુકેશકુમાર, કુલદીપ યાદવ, ચામીરા. 

ટોપ ઓર્ડર પાસે આક્રમક શરૂઆતની અપેક્ષા છે. ડેથ ઓવર્સમાં બોલરોનો દેખાવ મેચ પર પ્રભાવ પાડનારો બની રહેશે.

ગુજરાત ટાઈટન્સ

Gujarat Titans Fan Flag (GIF) - All Waving Flags

કેપ્ટન : શુભમન ગીલ, કોચ : આશિષ નેહરા, બેસ્ટ પર્ફોમન્સ : એક વખત ચેમ્પિયન. સ્ટાર ટુ વોચ : બટલર, ગીલ, રૂથરફોર્ડ, ફિલિપ્સ, સુંદર, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, કરીમ જનત, રબાડા, સિરાજ, પી.ક્રિશ્ના, કોઈત્ઝી, ઈશાંત, રાશિદ, તેવટિયા. 

ગુજરાત માટે ઓપનિંગ જોડી અને બોલિંગ સૌથી મજબુત પાસું છે. જોકે ટીમે પાવરપ્લેમાં વઘુ રન ફટકારવાની સાથે મીડલ ઓર્ડરની સમસ્યા ઉકેલવી પડશે.

સનરાઈઝર્સ હૈદરાબાદ 

Sunrisers Hyderabad Fan Flag (GIF) - All Waving Flags

કેપ્ટન : કમિન્સ, કોચ : વેટ્ટોરી, બેસ્ટ પર્ફોર્મન્સ : એક વખત ચેમ્પિયન. સ્ટાર ટુ વોચ : ઈશાન કિશન, હેડ, ક્લાસેન, અભિષેક શર્મા, હર્ષલ પટેલ, કામિન્દુ મેન્ડિસ, મુલ્ડર, નિતિશ રેડ્ડી, કમિન્સ, શમી, રાહુલ ચાહર, ઝામ્પા, ઉનડકટ. 

ટોપ ઓર્ડરમાં સુપરસ્ટાર ખેલાડીઓની હાજરી ટીમનું સૌથી મજબુત પાસું છે. બોલિંગ યુનિટ અસરકારક અને ઘાતક સાબિત થઈ શકે. 

પંજાબ કિંગ્સ

Punjab Kings Fan Flag (GIF) - All Waving Flags

કેપ્ટનઃ શ્રેયસ ઐયર, કોચ : પોન્ટીંગ, બેસ્ટ પર્ફોર્મન્સ : એક વખત રનરઅપ. સ્ટાર ટુ વોચ : શ્રેયસ ઐયર, ઈંગ્લિસ, પ્રભસિમરન, સ્ટોઈનીસ, મેક્સવેલ, જાન્સેન, ઓમરઝાઈ, હાર્ડી, અર્ષદીપ, ચહલ, ફર્ગ્યુસન, બાર્ટલેટ્ટ. 

ઐયરના નેતૃત્વ હેઠળની ટીમમાં ઓલરાઉન્ડર્સની ભરમાર છે. ટીમની બોલિંગ પણ આ વખતે વઘુ મજબુત બની છે. 

રાજસ્થાન રોયલ્સ 

Rajasthan Royals Fan Flag (GIF) - All Waving Flags

કેપ્ટનઃ સેમસન, કોચ : દ્રવિડ, બેસ્ટ પર્ફોર્મન્સ : એક વખત ચેમ્પિયન. સ્ટાર ટુ વોચ : સેમસન, હેટમાયર, જયસ્વાલ, જુરેલ, પરાગ, નિતિશ રાણા, આર્ચર, તીક્ષ્ણા, હસારંગા, દેશપાંડે, ફારુકી, માફાકા. 

ટોપ ઓર્ડરના બેટસમેનો પર વઘુ આધારિત જોવા મળી રહેલી રાજસ્થાનની ટીમમાં કેટલાક નવા સ્ટાર્સ ઉમેરાયા છે. હવે તેઓએ ઝડપથી એકમેકને અનુકૂળ બનીને ટીમ તરીકે સારો દેખાવ કરવા તરફ ઘ્યાન આપવું પડશે. 

લખનઉ સુપર જાયન્ટ્‌સ 

Lucknow Super Giants Fan Flag (GIF) - All Waving Flags

કેપ્ટન : રિષભ પંત, કોચ : લેંગર. બેસ્ટ પર્ફોર્મન્સ : બે વખત પ્લે ઓફમાં પ્રવેશ. સ્ટાર ટુ વોચ : પંત, મીલર, માર્કરામ, બ્રીટ્‌ઝકે, પૂરણ, મિચેલ માર્શ, બાડોની, અવેશ ખાન, આકાશ દીપ, મયંક યાદવ, બિશ્નોઈ. 

રૂપિયા ૨૭ કરોડમાં આઇપીએલના ઈતિહાસ સૌથી મોંઘા ખેલાડી તરીકે લખનઉમાં જોડાયેલો પંત ટીમને નવી રાહ ચિંધવા તૈયાર છે. ધીમી શરૂઆત મુશ્કેલી સર્જી શકે. પાવરપ્લેમાં બોલરોએ કસાયેલી બોલીંગ કરવી પડશે.

JioHotstar: Watch IPL on JioHotstar on PC with BlueStacks | BlueStacks

આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને બેંગાલુરુ વચ્ચે પ્રથમ મુકાબલો

RCB vs KKR – Match Report - Mumbai Indians

આઇપીએલની ૧૮ મી સિઝનમાં આજે સૌપ્રથમ મુકાબલો કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ખેલાવાનો છે. તે અગાઉ રંગારંગ સમારંભમાં પણ આયોજીત થવાનો છે. અલબત્ત, આવતીકાલના આઇપીએલના ઉદ્‌ઘાટન અને મુકાબલા પર વરસાદ પાણી ફેરવે તેવી શક્યતા છે. સાંજે ૦૭:૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. નોંધપાત્ર છે કે, છેલ્લે વર્ષ ૨૦૦૮ માં આઇપીએલ શરૂ થઈ ત્યારે સૌપ્રથમ મેચ કોલકાતા અને બેંગાલુરુ વચ્ચે રમાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *