જાણો ૨૬/૦૩/૨૦૨૫ બુધવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ 

Weekly almanac, this week the leap month will begin and the Sun will change the zodiac; 3 auspicious moments for shopping and starting a new job | હિંદુ કેલેન્ડર: સાપ્તિહિક પંચાંગ, આ

ફાગણ વદ બારસ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૯ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૯ મિ. (સુ) ૭ (ક.) ૨૭ મિ. (મું) ૭ ક. ૨૭ મિ.

જન્મરાશિ : મકર (ખ.જ.) બપોરના ૩ ક. ૧૩ મિ. સુધી પછી કુંભ (ગ.સ.શ.ષ.) રાશિ આવશે.

નક્ષત્ર : ઘનિષ્ઠ ૨૬ ક. ૩૦ મિ. સુધી પછી શતભિષા

ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-મિથુન (વ.) બુધ-મીન, ગુરૂ-વૃષભ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મકર બપોરના ૩ ક. ૧૩ મિ. સુધી પછી કુંભ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૧ ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૪ વ્રજ માસ : ચૈત્ર

માસ-તિથિ-વાર : ફાગણ વદ બારસ

– તિથિવાસર ૯ ક. ૧૫ મિ. સુધી

મુસલમાની હિજરીસન : ૧૪૪૬ રમજાન માસનો ૨૫મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ આવાં માસનો ૧૪મો રોજ ગોરા

આજ નું રાશિફળ

Animated Round Frame with Zodiac Sign. Black and White Horoscope Symbol. | Black and white gif, Zodiac, Zodiac signs

આ ત્રણ રાશિના જાતકોને આજે મળશે ચિંતામાંથી મુક્તિ, વધશે ધનલાભની તક…

Read Daily, Weekly, Monthly Horoscope | Rashifal Adda

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજની બાબતમાં ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમે કામને લઈને ભાગદોડ કરવી પડી શકે છે. બિઝનેસની યોજનાઓને આજે તમે આગળ વધારી શકશો. સંતાનને કોઈ નવા કોર્સમાં એડમિશન કરાવી શકો છો. આજે તમારા આસ પડોશમાં તમારે કોઈ વાતને કારણે કહેવા બોલવાનું થઈ શકે છે. આજે તમારા કામ તમારે કોઈ બીજાના ભરોસા પડ છોડવાનું ટાળવું જોઈએ. આજે તમે ઘરે કોઈ નવી ઈલેક્ટ્રેનિક આઈટમ લાવી શકો છો.

મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના શત્રુઓ પર સરળતાથી વિજય હાંસિલ કરવાનો રહેશે. વૈવાહિક જીવનમાં જો કોઈ સમસ્યા સતાવી રહી હશે તો આજે એમાંથી પણ છુટકારો મળી રહ્યો છે. જો તમારા કામમાં અવરોધ આવી રહ્યા હતા તો આજે એ દૂર થઈ રહ્યા છે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. કુંવારા લોકો માટે કોઈ સારા સારા પ્રસ્તાવ આવી શકે છે. આજે તમારે કોઈ વિરોધીની વાતમાં આવવાનું ટાળવું પડશે.

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કામના દબાણમાં પસાર થશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી શકે છે. રાજકારણમાં આગળ વધવા માંગતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. પરિવારના સભ્યો સાથે કોઈ માંગલિક કાર્યક્રમમાં હાજરી આપવાનું પ્લાનિંગ બનાવશો. આજે કોઈ પણ નવા કામમાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું તમારા માટે સારું રહેશે. કામના સ્થળે આજે કોઈ તમને વાતોમાં ભેળવવાનો પ્રયાસ કરશે.

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ એનર્જીથી ભરપૂર રહેવાનો છે. જો તમે આજે પાર્ટનરશિપમાં આજે કોઈ કામ કરશો તો તમારા માટે સારું રહેશે. આજે કોઈ ધાર્મિક માંગલિક કામમાં ભાગ લેવાનો મોકો મળશે. તમારી આસપાસનું વાતાવરણ આજે એકદમ ખુશનુમા રહેશે. આજે તમારે કોઈ પર પણ વિના કારણ ગુસ્સો કરવાથી બચવું પડશે. પ્રેમજીવન જીવી રહેલાં લોકો આજે પાર્ટનર સાથે સારો સમય પસાર કરશે. આજે તમને કોઈ જૂના દેવામાંથી મુક્તિ શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. બિઝનેસ કરી રહેલાં લોકોની લાંબા સમયથી અટકી પડેલી ડીલ આજે ફાઈનલ થઈ શકે છે. આજે તમારા કામમાં જો કોઈ સમસ્યા આવી રહી હશે તો તે પણ આજે દૂર થઈ રહી છે. સંતાન તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. સંતાનના સ્વાસ્થ્યને લઈને આજે થોડી સાવધાની રાખવી પડશે. પરિવારમાં આજે નાની નાની ભૂલોને અવગણશો તો ઘરમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. પરિવારમાં કોઈ સભ્યના લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ બિનજરૂરી ચિંતામાંથી છુટકારો મેળવવાનો રહેશે. આજે તમે ભાઈ-બહેન પાસેથી કામને લઈને કોઈ સલાહ-સૂચનો લેશો. આજે તમારે તમારી આવક-જાવક બંને વચ્ચેનું સંતુલન જાળવી રાખવું પડશે. બિઝનેસમાં આજે તમારે પૂરતા પ્લાનિંગ સાથે આગળ વધવવું પડી શકે છે. આજે કોઈ સાથે પણ બિનજરૂરી માહિતી કે બાબત શેર કરવાનું ટાળો.

તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં આજે સારો રહેશે. જીવનસાથીનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. આજે તમે તમારા વધી રહેલાં ખર્ચને કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરશો. કોઈ જૂના દેવામાંથી આજે તમને મુક્તિ મળી રહી છે. આજે ઘરે કોઈ ભક્તિ-સંગીતના કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. આજે તમારે કોઈ જગ્યાએ પ્રવાસ પર જતી વખતે ખૂબ જ કાળજી રાખવી પડી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે. ધાર્મિક કાર્યમાં આજે તમાર રસ વધી રહ્યો છે. પારિવારિક જીવનમાં આજે તાલમેલ જાળવીને આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. આજે તમારા મનમાં કેટલીક અસમંજસ જોવા મળશે. તમે સમય પર આજે તમારા કામ પૂરા કરવાનો પ્રયાસ કરશો. આજે લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. આજે તમારે કોઈ વિરોધીની વાતમાં આવવાથી બચવું પડશે.

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેટલાક નવા સંપર્ક બનાવીને તેનેથી લાભ કમાવવાનો રહેશે. આજે તમે તમારી પારિવારિક જવાબદારીઓને ખૂબ જ સારી રીતે નિભાવશો. ટેક્નોલોજી સાથે કામ કરી રહેલાં લોકોને આજે વિવિધ સમસ્યાનો સામનો કરવો પડશી શકે છે. આજે કોઈની વાતમાં આવવાથી તમારે બચવું પડશે. કોઈ જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળશે અને એનાથી તમને માનસિક શાંતિ મળશે. આજે તમે તમારા અટકી પડેલાં કામ પૂરા કરવાના પ્રયાસ કરશો.

મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના સ્રોતમાં વૃદ્ધિ કરનારો રહેશે. પરિવારમાં કોઈ સ્યના કામમાં જો અવરોધ આવી રહ્યા હશે તો આજે એમાંથી મુક્તિ મળશે. કોઈ નવી નોકરી શોધી રહેલાં લોકોને આજે એમના પ્રયાસોમાં સફળતા મળી રહી છે. આજે હરવાફરવા જતી વખતે તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે. વિદ્યાર્થીઓને આજે એમની લાપરવાહીને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજે તમને કોઈ જૂના મિત્રની યાદ સતાવી શકે છે.

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રભાવ અને પ્રતાપમાં વૃદ્ધિ લાવનારો રહેશે. વૈવાહિક જીવનમાં આજે તમારે તાલમેલ જાળવીને આગળ વધવાનો રહેશે. આજે તમે મનપસંદ ભોજનનો આનંદ ઉઠાવશો. કામના સ્થળે આજે તમને માન-સન્માનની પ્રાપ્તિ થશે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોની છબિ આજે વધારે નિખરશે અને તેમની નામનામાં વૃદ્ધિ થશે. આજે તમે સંતાનની કોઈ ઈચ્છા પૂરી કરશો.

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. આજનો દિવસ ખર્ચાળ રહેવાનો છે. આજે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. પાર્ટનરશિપમાં આજે કોઈ વેપાર કરી રહ્યા હશે તો તેમાં થોડી ગડબડ થવાની શક્યતા છે. આજે કોઈ વાદ-વિવાદ થઈ શકે છે એટલે તમારે એનાથી બચવું પડશે. આજે તમારી આવકના સ્રોતમાં વૃદ્ધિ થશે. કેટલાક નવા વિરોધીઓ આજે તમને થોડા પરેશાન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *