ગુજરાતમાં ગરમીનું જોર વધ્યું, અમદાવાદ રહ્યું રાજ્યનું સૌથી ગરમ શહેર

ગુજરાતમાં ગરમીએ ફરી ૪૧ ડિગ્રીની મહત્તમ સપાટી વટાવી દીધી છે. મંગળવારે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે.

Temperatures to surpass 40°C by March 19: Heatwaves hit India; why March  feels like May | Bhaskar English

ગુજરાતમાં માર્ચ મહિનો હવે પતવા આવ્યો છે ત્યારે ગરમી પણ ધીમે ધીમે પોતાનો રંગ દેખાડવાનું શરું કરી દીધું છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતમાં ગરમી વધી રહી છે. ત્યારે ગુજરાતમાં ગરમીએ ફરી ૪૧ ડિગ્રીની મહત્તમ સપાટી વટાવી દીધી છે. મંગળવારે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે.

Top 10 Hottest Cities In India On Sunday

ગુજરાતમાં તાપમાન વધી રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો ઉચકાયો હતો. ૪૧.૫ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ શહેર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન ૪૦.૯ ડિગ્રી રહેતા ૪૧ ડિગ્રી નજીક પહોંચ્યું હતું. વડોદરામાં પણ ૪૦.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

The Irony of Vitamin D Deficiency in India Despite Abundant Sunlight

હવામાન વિભાગ આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમા સરેરાશ તાપમાન ૩૮ ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. ગુજરાતમાં મંગળવારે ૨૮.૯ ડિગ્રીથી લઈને ૪૧.૫ ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ૪૧.૫ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે દ્વારકામાં ૨૮.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ 41.5 22.1
ડીસા 40.6 20.4
ગાંધીનગર 40.6 19.6
વિદ્યાનગર 40.9 24.5
વડોદરા 40.6 22.4
સુરત 38.2 24.3
વલસાડ
દમણ 34.2 23.4
ભૂજ 38.4 23.2
નલિયા 33.2 17.8
કંડલા પોર્ટ 37.0 24.0
કંડલા એરપોર્ટ 39.0 22.9
અમરેલી 40.3 23.6
ભાવનગર 38.7 25.4
દ્વારકા 28.9 24.0
ઓખા 31.2 25.0
પોરબંદર 36.2 21.8
રાજકોટ 40.7 21.6
વેરાવળ 35.0 23.7
દીવ 32.5 19.0
સુરેન્દ્રનગર 40.8 23.8
મહુવા 36.2 22.9
કેશોદ 39.2 19.9

૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી

Green Roofs And The Urban Heat Island Effect | Green Roof Organisation

ગુજરાતમાં હવે ગરમી ધીમે ધીમે આગળ વધી રહી છે. તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક સુધી ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં અત્યારે બપોરના સમયે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. વાતાવરણમાં કાળઝાર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *