રેસ્ક્યુ ફાઉન્ડેશન ગુજરાત દ્રારા અત્યાર સુધીમાં ધણાં બધા સફળતા પુર્વક રેસ્ક્યુ ઓપરેશન કરતી સંસ્થા છે.
ધોળકામાં કેલિયા વાસણા ગામના એક છેલ્લા ૩ દિવસથી ૭૦ ફૂટ ઊંડા કુવામાં ડોગ પડ્યું હતું.
અક્ષય પ્રજાપતિએ જણાવ્યું કે ખેતરમાં આવેલા કુવામાંથી અવાજ આવતા તેમણે જોયું કે ડોગ અંદર રડતું હતું તેમણે ગુગલ પર રેસ્ક્યુ ફાઉન્ડેશન ગુજરાતનો હેલ્પલાઇન શોધ્યા બાદ તેના ઉપર કોલ કર્યો અમદાવાદથી રેસ્ક્યુ ઇમરજન્સી ટીમના સભ્યો મહેશ પટેલ, માર્ગેશ દરજી, ભાવેશ પટેલ, જીગર મસ્કે, નૈતિક પંચાલ, કલાકોની ગણતરીમાં ધટના સ્થળે પહોંચી, ત્યાનાં સ્થાનિક મિત્રો ફેનિલ પટેલ, અક્ષર પ્રજાપતિ, શરદ ઠક્કર સાથે મળીને એક કલાકની મહેનત બાદ ડોગને સહી સલામત રીતે કુવામાંથી બહાર લાવ્યા ડોગ ૩ દિવસથી ભૂખ્યું તરસ્યું હતું તેને પ્રાથમિક સારવાર આપીને દુધ અને રોટલી આપી સ્થળ પર રીલીઝ કરવામાં આવ્યું.