નેપાળમાં ‘રાજાશાહી’ મુદ્દે બબાલ

નેપાળમાં ‘રાજાશાહી’ સ્થાપવા મુદ્દે અને હિન્દુ રાજ્યનો દરજ્જો આપવાની માંગ મુદ્દે ભારે બબાલ શરૂ થઈ ગઈ છે. કાઠમંડુમાં સુરક્ષા કર્મચારીઓ અને રાજાશાહીના સમર્થકો વચ્ચે હિંસક અથડાણ થઈ છે. અહીં લોકો પર રસ્તા પર ઉતરી આવ્યા છે. આ ઉપરાંત પથ્થમારો અને આંગ ચાંપવાના બનાવો પણ શરૂ થઈ ગયા છે. થોડા દિવસ પહેલા પણ નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે પૂર્વ રાજા જ્ઞાાનેન્દ્ર વીર વિક્રમ શાહની છબી સાથે વ્યાપક દેખાવો થયા હતા.

NDTV Explains Nepal's 'Return Of The King' Movement. A Hindu Monarchy Again?

વાયરલ થયેલા વીડિયોમાં દેખાવકારો સુરક્ષા કર્મચારીઓ પર પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે. તો બીજીતરફ પથ્થરબાજોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. જોકે અત્યાર સુધીમાં થયેલી હિંસક અથડામણોમાં કોઈને પણ મોતના કે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા નથી.

meme NEPAL (@memenepal) • Instagram photos and videos

નેપાળમાં ચાર પક્ષના ગઠબંધન સોશલિસ્ટ ફોરમ પણ રાજાશાહી થોપવાના વિરોધમાં છે અને તેઓ સમર્થકોનો મુકાબલો કરવાના પ્રયાસના ભાગરૂપે કાઠમંડુના પ્રજાસત્તાક વ્યવસ્થાના સમર્થનમાં દેખાવો કરી રહ્યા છે. સીપીએન-માઓવાદી સેન્ટર, સીપીએન-યુનિફાઈડ સોશલિસ્ટ સહિત અન્ય પક્ષો દેશમાં ગણતંત્ર વ્યવસ્થાને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી દેખાવોમાં જોડાઈ રહ્યા છે. કાઠમંડુમાં બે જુદા જુદા સંગઠનોએ દેખાવો શરૂ કરી દેતા નેપાળ પોલીસે ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે.

Why Are Pro-Monarchists Protesting in Nepal & What Are Its Implications For  India?

થોડા દિવસ પહેલા એટલે કે ૯મી માર્ચે દેખાવકારો નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર વીર વિક્રમ શાહની છબી સાથે વ્યાપક દેખાવો યોજી રહ્યા છે. તેવા સમયે પૂર્વ રાજા જ્ઞાાનેન્દ્ર વીર વિક્રમ શાહે કહ્યું હતું કે જો જનતા ઇચ્છે તો હું નેપાળની ફરીથી સેવા કરવા તૈયાર છું. 

Kali Prasad Rijal, Aavaas resonating in Paleti « Nepal Page

આ મુદ્દે વડાપ્રધાન કે.પી.ઓલી અને નેપાળી કોંગ્રેસના વડા શેર બહાદૂર દેઊબાએ તાજેતરમાં જ કહ્યું છે કે, નેપાળમાં ફરી રાજા શાહી સંભવિત લાગતું નથી. સી.પી.એન માઓવાદી સેન્ટરના ચેરમેન પુષ્પ કમલા દહલ પ્રચંડ પણ માને છે કે, જ્ઞાાનેન્દ્ર સિંહે લોકોને મૂર્ખ બનાવવાનું છોડી દેવું જોઇએ. જો પૂર્વરાજાને લાગે કે તેઓ બહુ ફેમસ છે તો પોતાની એક પાર્ટી બનાવી શકે. જો જનતા તક આપશે તો, તેઓ ફરી દેશની સેવા કરી શકશે. આર.પી.પી.ના સમર્થકોનું કહેવું છે કે નેપાળ સરકારમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા પર છે. તેથી લોકતંત્ર હટાવી ફરી રાજા શાહી લાવવી જોઇએ.

Profile for RastraPress Media

નેપઆળમાં ૨૦૦૮ સુધી રાજાશાહી હતી, જોકે તે દૂર થયા પછી કાઠમંડુ સ્થિત નારાયણી મહાલય (રોયલ પેલેસ)ને મ્યુઝિયમમાં ફેરવી નખાયો છે. દરમિયાન ૬ માર્ચે પોખરામાં જ્ઞાાનેન્દ્ર શાહે પૂર્વ રાજા વીર વીરેન્દ્ર શાહની પ્રતિમાનું વિમોચન કર્યું તે સમયે અસંખ્ય લોકો ત્યાં ઉપસ્થિત હતા. તેઓએ રાજાશાહી સમયનું રાષ્ટ્રગીત પણ ગાયું. આશ્ચર્યની વાત તે છે કે રાજાશાહીની માગણી કરનારાઓમાં સૌથી વધુ યુવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *