ગત રાત્રે તારીખ ૧૭/૦૩/૨૦૨૫ ના રોજ વિજયનગર મેટ્રો સ્ટેશનની બાજુમાં રહેતા લવભાઈએ રેસ્ક્યુ ફાઉન્ડેશનની હેલ્પલાઇન પર ફોન કર્યો હતો કે એક બિલાડી જે મેટ્રો સ્ટેશન ઉપર મેટ્રો ટ્રેક લાઈન પસાર થાય છે એની જેની અંદર ચાર – પાંચ દિવસથી બિલાડી ફસાયેલી છે. ત્રણ દિવસની મહેનત અલગ અલગ ટીમો કરી છે પણ કઈ પરિણામ મળ્યું નથી, એટલે મહેશ પટેલે મનોજભાઈને ફોન કર્યો મનોજભાઈએ બપોરે બે થી ત્રણ કલાક સુધી અમદાવાદ મેટ્રોના અધિકારીઓ સાથે વાત કરી, રેસ્ક્યુઅરને રાત્રે ૧૧:૦૦ વાગ્યા પછી રેસ્ક્યુ ઓપરેશન કરવા માટેની મંજૂરી મળેવી, જેની અમદાવાદની વિવિધ સંસ્થાઓના રેસ્ક્યુઅર પોતાની સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા સંસ્થાઓના અને રેસ્ક્યુઅર નાં નામ નિચે મુજબ છે.
રેસ્ક્યુ ફાઉન્ડેશનના મહેશ પટેલ, માર્ગેશ દરજી, બીટુ પટેલ, જીગર મસ્કે, દ્રોણ પટેલ, રાકેશ મિસ્ત્રી, રાજ ચૌહાણ, જીગર પરમાર, સુહાગ બારોટ.
મિશન સેફ ઉતરાયણ ફાઉન્ડેશન
મનોજ ભાવસાર, વૈભવ ભાવસાર.
શ્રી ગણેશ ફાઉન્ડેશન
હાર્દિક પટેલ, શૈલેષ, અમરત
૪ લેગ રેસ્ક્યુ મિતેશભાઈ, કેયુર કાટકિયા, ગોવિંદ ઠાકોર, જયદીપ ડાભી.
નવરંગપુરા ફાયર સ્ટેશનનો સ્ટાફ થલતેજ ફાયર સ્ટેશનનો હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે આવેલો સ્ટાફ અને ઓફિસર દ્વારા સંયુક્ત રીતે આયોજન બંધ રીતે ઓપરેશન રાત્રે દોઢ પોણા બે વાગ્યાની આસપાસ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત મેટ્રો ટ્રેન કોર્પોરેશન તેમજ વિજયનગર મેટ્રો સ્ટેશનના સુપરવાઇઝર જે લોકોએ આ કાર્યમાં અમને મદદ કરી અને જરૂરી મંજૂરી મેળવવા માટે પ્રયત્ન કર્યા, તેમજ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે કોલ કરનારા જીવદયા પ્રેમીનો પણ વિશ્વ સમાચાર આભાર માનીએ છીએ.