શરીરના પરસેવાની ગંધથી છૂટકારો મેળવવા માટે નાહવાના પાણીમાં એક ચીજ વસ્તુ નાંખીને સ્નાન કરવું જોઇએ. આ ઘરેલું ઉપાય ઓછો ખર્ચાળ અને સરળ છે.
ઉનાળાની ગરમીમાં પરસેવાની ગંધથી ઘણા લોકો પરેશાન રહે છે. સ્નાન કર્યાના થોડા જ સમયમાં તેમના અંડરઆર્મ્સ માંથી દુર્ગંધ આવવા લાગે છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો વિવિધ પ્રકારના ડિઓડરન્ટ્સ અને પરફ્યૂમનો ઉપયોગ કરે છે. તેનાથી પરસેવાની દુર્ગંધ થોડા સમય માટે જ ટાળી શકાય છે. કારણ કે ડિઓડરન્ટની સુગંધ પણ આખો દિવસ ટકતી નથી.
પરસેવાની દુર્ગંધથી ઘણી વખત વ્યક્તિ શરમજનક સ્થિતિમાં મુકાય છે. જો તમે પણ આ કારણે શરમ અનુભવતા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમારા માટે એક અસરકારક ટીપ્સ લઇને આવ્યા છીએ, જેની મદદથી તમે પરસેવાની ગંદી વાસને દૂર કરી શકશો. આ માટે, તમારે ફક્ત નહાવાના પાણીમાં ફટકડી ઉમેરવી પડશે. આ રેસીપી તમને શરીરના પરસેવાની દુગંધથી છુટકારો મેળવવામાં મદદ કરશે.
પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે ફટકડીથી કેવી રીતે સ્નાન કરવું?
સ્નાન કરવાના પાણીમાં ૨ કલાક પહેલા ફટકડી મૂકો. જો તમે ઇચ્છો તો પાણીની ડોલમાં ફટકડી આખી રાત મૂકો રાખો. આ પછી સવારે આ પાણીથી સ્નાન કરો. સારા પરિણામ માટે તમે સ્નાન કર્યા બાદ શરીર પર એલોવેરા જેલ પણ લગાવી શકો છો. આમ કરવાથી તમારા પરસેવાની વાસ કુદરતી રીતે ઓછી થવા લાગશે.
ફટકડીની પેસ્ટ કેવી રીતે બનાવવી?
તમે પરસેવાની ગંધની સમસ્યા દૂર કરવા માટે ફટકડીના પેસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો. આ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં થોડું ઠંડું પાણી લો. હવે તેમાં ફટકડીનો એક ટુકડો નાખો. જ્યારે તે ઓગળી જાય ત્યારે આ મિશ્રણને કોટન મારફતે શરીરના તે ભાગો પર લગાવો જ્યાં વધારે ગંધ હોય. પેસ્ટ સુકાયા બાદ તેને પાણી વડે સાફ કરી લો.
આ વાતોનું રાખો ધ્યાન
- ત્વચા પર ઉપયોગ કરતી વખતે ફટકડીને ક્યારેય જોરથી ઘસવી નહીં.
- જ્યારે ફટકડી મિશ્રણનો ઉપયોગ કરો છો, ત્યારે તેને પાણીથી ધોઈ લો. ત્યારબાદ મોઇશ્ચરાઇઝર લગાવો.
- ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કૃપા કરીને કોઈપણ પ્રકારના પ્રશ્ન માટે નિષ્ણાતની સલાહ લો.