હિમાચલના કુલ્લૂમાં મોટી દુર્ઘટના

હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં મણિકર્ણ પાસે મોટી દુર્ઘટના થઈ છે જેમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં પહાડી રસ્તા પર મસમોટું વૃક્ષ અચાનક જ ગાડીઓ પર પડી જતાં અનેક લોકો દબાઈ ગયા હતા. અત્યાર સુધીમાં છ લોકોના નિધનની પુષ્ટિ થઈ છે જ્યારે ઘણા લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર મણિકર્ણ ગુરુદ્વારાના સામેના રસ્તા પર વૃક્ષ પડી જતાં ટુરિસ્ટ તથા એક વેપારી નીચે દબાઈ ગયા હતા. 

હિમાચલના કુલ્લૂમાં મોટી દુર્ઘટના: પર્વત પરથી વૃક્ષ ગાડીઓ પર પડ્યું, છના મોત 1 - image

ઈજાગ્રસ્ત લોકોને સ્થાનિકોની મદદથી આસપાસની હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આશંકા છે કે ભૂસ્ખલનના કારણે આ વૃક્ષ ગાડીઓ પર પડ્યું હોઈ શકે.

Himachal News: Manikaran Gurudwara Tree Fell Vehicles Several People Died  Kullu Update | मणिकर्ण गुरुद्वारे के पास लैंडस्लाइड, 6 की मौत: कई लोगों के  घायल होने की सूचना, रेस्क्यू ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *