સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વકફ બિલ મુદ્દે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા છે, તેમણે કહ્યું કે, ‘કેટલાક પક્ષો અને સંગઠનના લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. કંઈપણ બોલ્યા પહેલા બિલને વાંચો અને પછી તર્ક આપો. ખોટું બોલીને સમાજને ગેરમાર્ગે ન દોરો, અમે બિલ લાવવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.’
રિજિજુએ વકફ બિલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, ‘વકફ બિલ મુદ્દે કેટલાક પક્ષો અને સંગઠનો ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓએ બિલ અંગે ખોટું ન બોલવું જોઈએ. તેમણે પહેલા બિલ વાંચવું જોઈએ અને પછી તર્ક આપવો જોઈએ. તેઓ ખોટું બોલીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.’


રિજિજુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘વકફ એક્ટને ગેરબંધારણીય કહેવું એ સૌથી મોટું જૂઠ છે. આપણે કોઈની જમીન કેવી રીતે છીનવી શકીએ? વકફ અંગે ખોટી માહિતી ફેલાવનારાઓ આ લોકો કોણ છે? હું મીડિયાને પણ વિનંતી કરું છું કે, તેઓ ખોટી સૂચના ફેલાવનારાઓની ઓળખ કરે. કોઈપણ બિલમાં આવા સ્તરની ચર્ચા કરાઈ નથી.’

