દૂધ પીવાથી સ્વસ્થ્ય અને તંદુરસ્ત રહે છે. કોલંબિયા એશિયા હોસ્પિટલના ડાયટિશિયન ડો.અદિતિ શર્માએ જણાવ્યું હતું કે દૂધમાં કોલેસ્ટ્રોલ હોય છે, પરંતુ કેટલાક પ્રકારના દૂધ જેમ કે,નોન ફેટ મિલ્ક કે સ્કિમ્ડ મિલ્ક વગેરેમાં કોલેસ્ટ્રોલ હોતું નથી.
દૂધ એક સંપૂર્ણ આહાર છે. નાનપણથી જ સ્વસ્થ અને ફિટ રહેવા માટે દૂધ પીવડાવવામાં આવે છે. દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ કોલેસ્ટ્રોલના દર્દીઓના મનમાં હંમેશા એક સવાલ રહે છે કે આ સમસ્યામાં દૂધ પીવું જોઈએ કે નહીં, શું દૂધ પીવાથી હાઈ કોલેસ્ટ્રોલ થઈ શકે છે. કોલંબિયા એશિયા હોસ્પિટલના ડાયટિશિયન ડો.અદિતિ શર્માએ જણાવ્યું હતું કે દૂધમાં કોલેસ્ટ્રોલ હોય છે, પરંતુ કેટલાક પ્રકારના દૂધમાં કોલેસ્ટ્રોલ હોતું નથી જેમ કે, નોન ફેટ મિલ્ક કે સ્કિમ્ડ મિલ્ક વગેરે વગેરે.
કોલેસ્ટ્રોલ એટલે શું?
કોલેસ્ટેરોલ મીણ જેવી ચરબી હોય છે જે તમારા શરીર માટે જરૂરી છે, પરંતુ વધુ પ્રમાણમાં તે હાનિકારક હોઈ શકે છે. તે કોશિકાઓના બંધારણમાં મદદ કરે છે, હોર્મોન્સ અને વિટામિન ડી બનાવે છે અને પાચનમાં મદદ કરે છે. શરીરમાં બે પ્રકારના – સારા અને ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે, જેમાં ખરાબ કોલેસ્ટ્રોલના કારણે સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ થઈ શકે છે. તે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ પણ વધારે છે. આવી સ્થિતિમાં, કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓબેસિટીમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર દૂધ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ પર ખાસ અસર થતી નથી, પરંતુ કોલેસ્ટ્રોલના દર્દીઓએ દિવસમાં એક ગ્લાસથી વધુ દૂધ ન પીવું જોઇએ. આ ઉપરાંત હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા જરૂરી છે.