પહેલી એપ્રિલથી અનેક ફેરબદલ થી તમારા ખિસ્સાં પર સીધી અસર

પહેલી એપ્રિલ,૨૦૨૫ થી તમારા ખિસ્સા પર સીધી અસર કરે તેવા અનેક ફેરબદલ લાગુ થઈ રહ્યા છે. નવા બજેટમાં કરવામાં આવેલી મોટી જાહેરાતો પણ આજથી જ લાગુ થશે. ટેક્સમાં રાહત, સામાન સસ્તું-મોંઘું સહિત અનેક ફેરફાર થયા છે. 

Rules changed from April 1: Changes in rules from EPFO to LPG, now  customers' pockets will be affected - informalnewz

ન્યૂ ટેક્સ રિજિમમાં હવે ૧૨ લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. સાથે જ ૭૫ હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે આ રકમ થઈ જાય છે ૧૨.૭૫ લાખ રૂપિયા. ૨૦ થી ૨૪ લાખની આવક પર ૨૫ % ટેક્સનો નવો સ્લેબ જોડવામાં આવ્યો છે. પહેલા ૧૫ લાખથી વધુની આવક પર ૩૯ % ટેક્સ લાગતો હતો, જે હવે વધીને ૨૪ લાખ થઈ ગઈ છે. જેના કારણે મિડલ ક્લાસને રાહત મળી છે. 

Money changes in April: Impact on GST, credit cards & other transactions |  Personal Finance - Business Standard

હવે ભાડાથી થતી આવક પર TDSની મર્યાદા ૨.૪ લાખથી વધારીને ૬ લાખ કરવામાં આવી છે. જેનો અર્થ થાય છે કે ૬ લાખ રૂપિયા સુધીની ભાડાની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ સિવાય સિનિયર સીટીઝન માટે FDના વ્યાજ પર TDSની મર્યાદા ૫૦ હજારથી ૧ લાખ રૂપિયા કરવામાં આવી છે. પ્રોફેશનલ સર્વિસ પર TDSની લિમિટ ૩૦ હજારથી વધારીને ૫૦ હજાર કરવામાં આવી છે. આમ નાના મોટા વેપારી, મિડલ ક્લાસ અને સિનિયર સિટીઝન્સને TDSમાં રાહત મળી છે. 

Major changes from April 1 that include UPI, IT Slab etc, list here

આ સિવાય જો તમે તમારા બાળકોના વિદેશમાં શિક્ષણ માટે પૈસા મોકલો છો તો ૧૦ લાખ રૂપિયા સુધીની રકમ પર કોઈ TCS નહીં લાગે, અગાઉ આ રકમ ૭ લાખ રૂપિયા સુધીની હતી. અને જો એ પૈસા બૅન્કથી લોન પર લીધા છે તો પણ TCSની છૂટ આપવામાં આવી છે. અગાઉ ૭ લાખથી ઉપરની રકમ પર ૦.૫ ટકાથી ૫ % સુધીનું TCS કપાતું હતું, એના કારણે ટ્રાન્સફરમાં સમસ્યા આવતી હતી. 

16 लाख तक की कमाई पर नहीं देना होगा कोई भी टैक्स, जानिए बचत करने का सबसे  कारगर तरीका | Tax planning how to save income tax on salary of 16 lakh

પહેલી એપ્રિલથી શેર બજારમાં ડિવિડન્ડ મેળવવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિન્ક હોવું જરૂરી. 

ડિમેટ અને મ્યુચ્યુઅલ ફંડના અકાઉન્ટમાં KYC અને નૉમિની ડિટેલ્સ અપડેટ કરાવવી જરૂરી રહેશે નહીંતર ડિમેટ અકાઉન્ટ બંધ થઈ જશે. 

બૅન્કના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી રહેશે નહીંતર બૅન્ક દંડ ફટકારશે. 

રિટર્ન ફાઇલ કરવાનો નિયમ 

ટેક્સ રિટર્ન ફાઇલ કરતાં લોકોને પણ મોટી રાહત આપવામાં આવી છે. હવેથી ઍસેસમેન્ટ ઈયર બાદ ૨૪ મહિનાની જગ્યાએ ૪૮ મહિના સુધીનું અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકાશે. પરંતુ ૨૪ થી ૩૬ મહિના વચ્ચે ૬૦ % એકસ્ટ્રા ટેક્સ તથા ૩૬ થી ૪૮ મહિના વચ્ચે ૭૦ એકસ્ટ્રા ટેક્સ આપવો પડશે. 

Financial Rule Changes from April 1: Tax relief, UPI deactivation,  PAN-Aadhaar impact and more - Money News | The Financial Express

યુલિપ પર કેપિટલ ગેન ટેક્સ 

યુલિપ એટલે કે યુનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાનના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમારું વાર્ષિક પ્રીમિયમ અઢી લાખ રૂપિયાથી વધુ છે તો તે કેપિટલ એસેટમાં ગણાશે. ૧૨ મહિનાથી વધુ સમય સુધી રાખ્યું તો ૧૨.૫ % લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ અથવા ઓછા સમય માટે રાખો તો ૨૦ % શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગુ પડશે. 

પહેલી, એપ્રિલ 2025થી UPIમાં લાંબા સમયથી ઈનએક્ટિવ હકાતા અબંધ કરી દેવામાં આવશે તથા જૂના નંબર લિન્ક કરાવવા જરૂરી રહેશે. 

SBI, HDFC, IDBI જેવી બૅન્કમાં FD અને બચત ખાતા પર નવા વ્યાજદર આજથી લાગુ પડશે. 

ગેસના સિલિન્ડર સસ્તા થયા 

આજે કોમર્શિયલ ગેસના સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તમામ મહાનગરોમાં કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં 40 રૂપિયાની રાહત આપવામાં આવી છે, જોકે છેલ્લા ૧૧ મહિનાથી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

ચેકના નિયમમાં ફેરબદલ 

હવેથી ૫૦ હજારથી વધુ રકમના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમને ફરજિયાત કરવામાં આવ્યું છે. જેથી ચેક જાહેર કરતાં પહેલા તેની જાણકારી બૅન્કને ઈલેક્ટ્રોનિક માધ્યમથી આપવામાં આવશે જેથી છેતરપિંડી કરી શકાય નહીં. 

Tap Pockets GIFs - Find & Share on GIPHY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *