મધ્યપ્રદેશ સરકારે ૧ એપ્રિલથી રાજ્યના ૧૭ સ્થળો પર સંપૂર્ણ દારુ પ્રતિબંધની ઘોષણા કરી છે. CMOની માહિતી મુજબ ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ લોકમાતા અહલ્યાબાઈના શહેર મહેશ્વરમાં આયોજિત મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી અપાઇ હતી.
મધ્યપ્રદેશ સરકારે રાજ્યમાં ૧૭ સ્થળો પર દારુ વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. મધ્યપ્રદેશમાં આવતીકાલ ૧ એપ્રિલ, ૨૦૨૫ થી ૧૭ સ્થળ પર દારૂનું વેચાણ નહીં થાય. મીડિયા સાથે વાત કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે, “હાલમાં જ જ્યારે કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યા હતા, ત્યારે અમે કહ્યું હતું કે અમે અમારા રાજ્યના ધાર્મિક શહેરોમાં દારુ વેચાણ પર પ્રતિબંધ લગાવીશું. આવતીકાલથી ૧૯ જગ્યાએ દારૂબંધી લાગુ કરવામાં આવશે. તે પહેલાં અમલમાં હતું, પરંતુ તેની મર્યાદાઓ સ્પષ્ટ નહોતી. આપણે હવે તેની વ્યાખ્યા કરી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા CMOને ટાંકીને આપેલી માહિતી અનુસાર, મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા મધ્યપ્રદેશના ૧૯ ધાર્મિક શહેરો અને ગ્રામ પંચાયતોમાં દારૂબંધીની જાહેરાત ૧ એપ્રિલ, ૨૦૨૫ થી અમલમાં આવશે. સીએમઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રીની આ જાહેરાતને ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ લોકમાતા અહલ્યાબાઈના શહેર મહેશ્વરમાં આયોજિત મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી અપાઇ હતી.
મધ્યપ્રદેશના CMO આપેલી માહિતી મુજબ ઉજ્જૈન, ઓમકારેશ્વર, મહેશ્વર, મંડલેશ્વર, ઓરછા, મેહર, ચિત્રકૂટ, દતિયા, પન્ના, મંડલા, મુલતાઈ, મંદસૌર અને અમરકંટકની સમગ્ર શહેરી હદમાં દારૂ વેચવામાં આવશે નહીં. આ ઉપરાંત સલકનપુર, કુંડલપુર, બાંદકપુર, બરમાનકલાં, બરમાનખુર્દ અને લિંગાની ગ્રામ પંચાયતની હદમાં તમામ દારૂની દુકાનો અને લિકર બાર પર પ્રતિબંધ રહેશે. રાજ્યના આ ૧૯ શહેરી અને ગ્રામીણ વિસ્તારોને સંપૂર્ણ પવિત્ર જાહેર કરતા ૧ એપ્રિલ ૨૦૨૫થી સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.