મહારાષ્ટ્રના બુલઢાણામાં ત્રણ વાહનો વચ્ચે ભયંકર અકસ્માત

હારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવ ખામગાંવ હાઈવે પર એક ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ લગભગ ૫ જેટલાં લોકો મૃત્યુ પામી ગયાના અહેવાલ છે. 

મહારાષ્ટ્રના બુલઢાણામાં ત્રણ વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, વહેલી સવારે 5ને કાળ ભરખી ગયો 1 - image

એક ખાનગી બસ, એક એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પૂરપાટ ગતિએ દોડતી બોલેરો કાર એસ.ટી.બસ સાથે અથડાઈ હતી. જેના લીધે પાછળ આવતી ખાનગી બસ પણ આ અકસ્માતમાં લપેટાઈ ગઈ હતી. ભયાનક અકસ્માતમાં ૫ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા. જોકે ૨૪ લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. 

Buldhana MSRTC Bus Accident: Five Killed After Passenger Bus Collides With  SUV on Shegaon-Khamgaon Highway - www.lokmattimes.com

અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરો કારનો તો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જોકે બે બસ પણ અકસ્માતની લપેટમાં આવી જતાં ઈજાગ્રસ્તોનો આંકડો પણ ૨૪ પહોંચી ગયો હતો. ઘટના વહેલી સવારે સર્જાઈ હતી. પોલીસને જાણકારી મળતાં ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *