રાજ્યસભામાં પણ વક્ફ બિલ પાસ

લોકસભામાં ૧૪ કલાકની ચર્ચા બાદ રાજ્યસભામાં પણ મેરેથોન દલીલબાજી.

Waqf Amendment Bill: JPC report tabled in parliament; Know the differences between old act and new changes proposed

વક્ફ સુધારા બિલ ૨૦૨૫ ને લોકસભામાં મંજૂરી મળ્યા બાદ આખરે મોડી રાતે લાંબી ચર્ચા બાદ રાજ્યસભામાં પણ પાસ કરી દેવામાં આવ્યું. બિલની તરફેણમાં ૧૨૮ વોટ જ્યાએ ૯૫ સભ્યોએ વિરોધમાં વોટિંગ કર્યું હતું. વક્ફ સુધારા કાયદો બનવા માટે હવે એક જ ડગલું રહી ગયું છે. આ બિલને હવે રાષ્ટ્રપતિને મોકલાશે જ્યાંથી મંજૂરી મળતાં જ વક્ફ કાયદો બની જશે. 

WAQF Amendment Bill Will be Called Umeed Act | Republic World

વિપક્ષ અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડે વક્ફ સુધારા બિલ મુસ્લિમ વિરોધી હોવા અંગે આખા દેશમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે, આ બિલ ગુરુવારે રાજ્યસભામાં પણ મોડી રાતે પસાર થઈ ગયું હતું. લોકસભામાં લગભગ ૧૪ કલાક  લાંબી ચર્ચા પછી આ બિલ પસાર થઈ ગયું હતું. એ જ રીતે રાજ્યસભામાં ગુરુવારે આ બિલ પર મોડી રાત સુધી મેરેથોન ચર્ચા ચાલી હતી. વિપક્ષે આ બિલના સુધારાને મુસ્લિમ વિરોધી ગણાવ્યા હતા જ્યારે કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડના કામકાજમાં  પારદર્શિતા અને જવાબદારી લાવવાના આશયથી બિલમાં સુધારા કરાયા હોવાનો દાવો કર્યો હતો. રાજ્યસભામાં પસાર થવાની સાથે આ બિલને મંજૂરી માટે હવે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલાશે. ત્યાર પછી આ બિલ કાયદો બની જશે.

After Lok Sabha passage, Waqf Bill sees a heated debate in Rajya Sabha - The Hindu

બજેટ સત્ર શુક્રવારે પૂરું થવાનું છે ત્યારે તેના આગલા દિવસે ગુરુવારે લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વક્ફ સુધારા બિલ બપોરે 1 વાગ્યે રાજ્યસભામાં રજૂ કર્યું હતું. આ બિલ રજૂ કરતા તેમણે કહ્યું કે વ્યાપક ચર્ચા પછી તૈયાર કરાયેલા બિલને જેપીસી પાસે મોકલાયું હતું. વક્ફ અંગે જેપીસીએ જેટલું કામ કર્યું, તેટલું કામ કોઈપણ કમિટિએ કર્યું નથી. આ બિલમાં જે ફેરફારો થયા છે તે પારદર્શિતા, જવાબદારી અને એક્યુરસીને ધ્યાનમાં રાખી કરાયા છે. અમે કોઈની ધાર્મિક ભાવનાને નુકસાન પહોંચાડવા માગતા નથી. વક્ફ કોઈની સંપત્તિ પર સીધો કબજો નહીં કરી શકે. સંપત્તિના દાવા માટે દસ્તાવેજ જરૂરી છે. સંપત્તિનું રજિસ્ટ્રેશન જરૂરી છે. આદિવાસી વિસ્તારોમાં કોઈ પ્રોપર્ટીને વક્ફ જાહેર નહીં કરી શકાય. અમે આ બિલમાં રાઈટ ટુ અપીલની પણ જોગવાઈ રાખી છે. ટ્રિબ્યુનલનો પાંચ વર્ષનો સમય નિશ્ચિત કરાયો છે. આ બિલ કરોડો મુસ્લિમોના હિતમાં છે.

જોકે, ઈન્ડિયા બ્લોક હેઠળ કોંગ્રેસ, તૃણમૂલ, ડીએમકે, આપ, શિવસેના (યુબીટી), સમાજવાદી પક્ષ, રાજદ અને ડાબેરી પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો હતો અને તેને ગેરબંધારણીય ગણાવ્યું હતું. તેમણે આ બિલ મારફત મુસ્લિમોને નિશાન બનાવાઈ રહ્યા હોવાનો ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો હતો. રાજ્યસભામાં વિપક્ષ તરફથી ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસ સાંસદ સૈયદ નાસીર હુસૈને ભાજપ પર પોતાની વોટ બેન્ક માટે દેશમાં કોમી તંગદિલી ઊભી કરવાનો અને ધૂ્રવીકરણનું રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો હતો. 

રાજદ નેતા મનોજ ઝાએ કહ્યું કે, આ બિલ સરકારના ઈરાદાઓ સામે સવાલ ઊભા કરે છે. આ બિલ મુસ્લિમોને મુખ્યપ્રવાહથી અલગ કરવાના રાજકારણ સમાન છે. રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ બિલ લઘુમતીઓને પરેશાન કરવા માટે લવાયું છે. ભાજપ પસમાંદા મુસ્લિમો અને મહિલાઓની વાત કરે છે. પરંતુ મુસ્લીમોની પાંચ સ્કીમો બંધ કરી દીધી. ૧૯૯૫નો કાયદો સર્વસંમતિથી સ્વીકારાયો હતો. આજે એ જ લોકો કહે છે કે તે બરાબર નથી. વક્ફ બોર્ડની પ્રોપર્ટીની લેન્ડ બેન્ક બનાવીને ઉદ્યોગપતિઓને આપશો કે કોને તે ખબર નથી.ઉત્તર પ્રદેશથી ભાજપ સાંસદ બૃજલાલે બેટ દ્વારકા પર વક્ફના દાવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, યુપીએ સરકાર હોત તો ભગવાન કૃષ્ણની આ તીર્થનગરી વક્ફની થઈ ગઈ હોત. ૨૦૧૭માં એક મૌલાનાએ બદ્રીનાથ મંદિર પર પણ દાવો કરતા કહ્યું કે આ બદરુદ્દીન શાહ છે. સરકાર અમને તે નહીં આપે તો અમે તેના પર કબજો કરી લઈશું. બૃજલાલે ઈનેમી પ્રોપર્ટી પર વક્ફના દાવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કોંગ્રેસ સહિત વિપક્ષને જવાબ આપતા ભાજપ નેતા જેપી નડ્ડાએ કહ્યું કે, મને આશા છે કે બધા ‘ઉમ્મીદ’નું સમર્થન કરશે. આ બિલનો આશય સુધારા લાવીને વક્ફ સંપત્તિઓનું સંચાલન સુવ્યવસ્થિત કરવાનો છે. પીએમ મોદીના નેતૃત્વમાં ચાલતી સરકાર લોકતાંત્રિક મૂલ્યોને અનુરૂપ આગળ વધે છે.  વક્ફ સંપત્તિમાં ગડબડની જવાબદારી નિશ્ચિત થવી જોઈએ. તેમણે વક્ફ અંગે મુસ્લિમ દેશોમાં થયેલા સુધારા પણ ગણાવ્યા હતા. હકીકતમાં કોંગ્રેસે મુસ્લિમોને બીજા દરજ્જાના નાગરિક બનાવી રાખ્યા હતા. વક્ફ બોર્ડ કોઈપણ દસ્તાવેજો વિના કોઈપણ સંપત્તિ પર ક્લેમ કરી દેતા હતા. અમે તે બધુ બંધ કરી દીધું છે.

– નવા બિલમાં વક્ફ બાય યુઝર જોગવાઈ ખતમ કરી દેવાઈ

– ઉપયોગના આધારે કોઈ પ્રોપર્ટીને વક્ફ જાહેર કરાતા

– વક્ફ બાય યુઝરના નામે માત્ર મૌખિક એમ કહી દેવાય કે આ પ્રોપર્ટી અમારી છે તે હવે નહીં ચાલે : રિજિજૂ

વક્ફ સુધારા બિલ લોકસભામાં બુધવારે મતદાન પછી પસાર થઈ ગયું. લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ બપોરે ૧૨.૦૦ કલાકે બિલ રજૂ કર્યું હતું, જે લગભગ ૧૪ કલાકની મેરેથોન ચર્ચા પછી ગૃહમાં મંજૂર થયું હતું. સરકારે આ બિલમાં વક્ફ બોર્ડની રચના અને સંપત્તિઓના નિયમન અંગે અનેક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે, જેમાં પહેલાથી ચાલી આવતી ‘વક્ફ બાય યુઝર’ વ્યવસ્થા પણ ખતમ કરાઈ છે.

વક્ફ બાય યુઝરની અગાઉથી ચાલી આવતી વ્યવસ્થા હેઠળ મસ્જિદ, કબ્રસ્તાન અથવા દરગાહ જેવી સંપત્તિ લાંબા સમયથી મુસ્લિમ સમુદાય દ્વારા ધાર્મિક અથવા સામુદાયિક કામો માટે ઉપયોગમાં લેવાતી હોય તો કાયદાકીય દસ્તાવેજ અથવા જાહેરાત વિના તેને વક્ફ માની લેવાતી હતી. જોકે, સૂચિત બિલની નવી જોગવાઈ મુજબ હવે માત્ર એ સંપત્તિ જ વક્ફની મનાશે જેના ઔપચારિક રીતે લેખિત દસ્તાવેજ અથવા વસીહત મારફત વક્ફને સોંપાઈ હોય તેને જ વક્ફની સંપત્તિ મનાશે. હવે વક્ફ બોર્ડ પાસે સંબંધિત સંપત્તિના દસ્તાવેજો પણ તેની પાસે હોવા જરૂરી છે.

નવી જોગવાઈઓમાં દરેક વક્ફ સંપત્તિની જિલ્લા કલેક્ટર તરફથી તપાસ કરાશે. કોઈપણ જમીન પર માત્ર ઉપયોગ કરવાના આધારે હવે વક્ફ બોર્ડ તેના પર દાવો કરી શકશે નહીં. સરકાર પણ આ જોગવાઈ પર વિશેષ ભાર મૂકી રહી છે. તેનું કહેવું છે કે પહેલા એવી અનેક ફરિયાદો આવી હતી કે વક્ફ બોર્ડે કોઈપણ કાયદાકીય દસ્તાવેજો વિના જમીનો પર કબજો કર્યો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે કોઈપણ પ્રોપર્ટીના દસ્તાવેજ તો હોવા જોઈએ. વક્ફ બાય યુઝરના નામે એમ કહી દેવાય કે આ પ્રોપર્ટી અમારી છે તે હવે નહીં ચાલે. હવે માત્ર ઉપયોગના આધારે કોઈ પ્રોપર્ટીને વક્ફ જાહેર કરી શકાશે નહીં.

ભાજપે ખાસ ટીમને છ મહિના પહેલાં કામ સોંપ્યું હતું

– ભાજપે વક્ફ બિલના સમર્થન માટે નીતિશ-નાયડુને મનાવ્યા

– નીતિશને સીએમપદની ઉમેદવારી, નાયડુને રાજધાની માટે ફંડ અને ચિરાગને વધુ બેઠકોનો વાયદો

Those opposing Waqf bill are not Muslims': Uttarakhand Waqf Board Chairman slams opposition, says 'It's 70 saal vs Modi Karyakal' - The Economic Times

લોકસભામાંથી વક્ફ બિલ પસાર થયું ત્યારથી એ જ ચર્ચા છે કે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુએ કોઈ જ રાજકીય ડ્રામા વગર કેવી રીતે સાથ આપી દીધો? ઠીક-ઠીક મુસ્લિમ વોટબેંક ધરાવતા ચિરાગ પાસવાન અને જયંત ચૌધરીએ કેમ વિરોધ ન કર્યો?

એવી વાત બહાર આવી રહી છે કે ભાજપે ગયા વર્ષે ઓગસ્ટથી જ આનો ડ્રાફ્ટ બનાવીને ખાસ ટીમને ચંદ્રબાબુની ટીડીપી, નીતિશની જેડીયુ, ચિરાગની એલજેપી અને જયંત ચૌધરીની આરએલડીને એ સમજાવવાની કોશિશ કરી હતી કે આ બિલથી મુસ્લિમોનું ભલું થવાનું છે. ભાજપે ગત વર્ષે આઠમી ઓગસ્ટે લોકસભામાં વક્ફ બિલ રાખ્યું ત્યારે જ ખુદ એને સંયુક્ત સંસદીય સમિતિમાં મોકલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એવું કરવાથી સહયોગી દળોમાં મેસેજ જાય તેવી ગણતરી હતી. એ પછી સમિતિની બેઠકોમાં સહયોગી દળોએ જેટલા સૂચનો કર્યા એ બધાનો સમાવેશ કર્યો. 

ભાજપની જે ટીમે આ કામ કર્યું તેમણે વક્ફ બિલની બધી જ હકારાત્મક બાબતો આ સહયોગી દળોને એવી રીતે સમજાવી કે તેમની પાસે વિરોધ કરવાનું કારણ ન હતું. તેમણે ગરીબ મુસ્લિમો અને મુસ્લિમ મહિલાઓને આ બિલથી ફાયદો થશે એ વાત ગળે ઉતારી. ૨૦૧૩ ના યુપીએ સરકાર વખતના સંશોધનમાં ખામી રહી ગઈ એ વાત પર ખાસ ભાર મૂક્યો. બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થાય છે એ સમજાવ્યા ઉપરાંત વક્ફની સંપત્તિમાં જેટલી જગ્યાએ ગરબડો જણાઈ હતી તેને કેસ સ્ટડી બનાવીને આ પાર્ટીઓને સમજાવ્યું.

આટલું થયા પછી ભાજપે છેલ્લે સહયોગી દળોની અપેક્ષા પૂરી કરવાના વાયદા કર્યા.  જેડીયુને એવું આશ્વાસન આપ્યું કે નીતિશ કુમાર બિહારમાં એનડીએના સીએમપદના ઉમેદવાર બનશે. ટીડીપીને વિકાસલક્ષી કાર્યો અને નવા પાટનગર માટે કેન્દ્ર યોગ્ય ફંડ આપશે એવી ખાતરી આપી. આંધ્રપ્રદેશની નવી રાજધાની બનાવવી એ ચંદ્રાબાબુનો ડ્રીમ પ્રોજેક્ટ છે. કેન્દ્રએ બજેટમાં ૧૫ હજાર કરોડ આપીને નાયડુને ખુશ કરી દીધા હતા.

ચિરાગને બિહારની ચૂંટણીમાં બેઠકોની વહેચણીમાં યોગ્ય હિસ્સો આપવાનો વાયદો કરાયો. જયંત ચૌધરીને યુપીમાં રાજ્ય સ્તરે પાર્ટી મજબૂત થાય તે માટે મહત્વ જોઈએ છે. ભાજપે તેમને આગામી ચૂંટણીમાં મહત્ત્વ આપવાનું વચન આપ્યું છે. વળી, ચૌધરી ચરણ સિંહને ભારતરત્ન આપ્યો ત્યારથી જ જયંતે ભાજપનો હાથ ઝાલ્યો છે.

રાજ્યસભામાં પણ વક્ફ બિલ પાસ, તરફેણમાં 128 તો વિરોધમાં 95 વોટ, હવે રાષ્ટ્રપતિને મોકલાશે 1 - image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *