રાજુલાના કોવાયા ગામમાં મોડી રાત્રે સિંહ ઘરની અંદર પ્રવેશતા અફરાતફરી મચી ગઇ હતી.
અમરેલીના રાજુલાના કોવાયા ગામે મોડી રાતે રહેણાંક મકાનમાં સિંહ ઘૂસવાની ઘટના સામે આવી છે. રાજુલાના કોવાયા ગામમાં મકાન પરથી સિંહ અંદર પ્રવેશતા અફરાતફરી મચી ગઇ હતી. મોડી રાત્રે એક ઘરમાં સિંહ ઘૂસી જતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. રાજુલા વનવિભાગ ટીમે ઘટના સ્થળે પહોંચી સિંહને દૂર ખસેડયો હતો. જેથી રાહતનો શ્વાસ લીધો હતો.
સિંહો શિકારની શોધમાં જંગલમાંથી ગામમાં પણ પ્રવેશી રહ્યા છે. આવી જ એક ઘટના રાજુલાના કોવાયા ગામે બની હતી. એક ઘરમાં મોડી રાત્રે સિંહ ઘૂસી આવ્યો હતો. જેના કારણે પરિવારમાં ફફડાટ ફેલાયો હતો.
સિંહ રહેણાંક મકાનમાં પ્રવેશ કરતા પરીવારજનોના જીવ તાટવે ચોંટયા હતા. રાજુલા વનવિભાગ ટીમ ઘટના સ્થળે પહોંચી સિંહને દૂર ખસેડયો હતો.