ઉનાળામાં દહીં ખાવાથી પેટમાં ઠંડક રહે છે. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે તાજગીનો અહેસાસ કરાવે છે. એટલું જ નહીં તે શરીરને હાઇડ્રેટેડ રાખે છે.
દહીં ઉનાળાના આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કેટલાકને છાશ પીવી ગમે છે તો કેટલાકને લસ્સી ગમે છે. કોઈને રાયતું પસંદ હોય તો કોઈ દહીંમાં ચાટ મસાલો નાંખી ખાય છે. ઉનાળા દરમિયાન દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે બાળકોથી લઈને વૃદ્ધો સુધી ખાઈ શકાય છે. ડોક્ટરો પણ દહીં ખાવાની સલાહ આપે છે. કેટલાક લોકો લંચ બાદ દહીં ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે દરરોજ દહીં ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અથવા નુકસાનકારક છે?
વિશ્વ સમાચાર સાથેની વાતચીતમાં કન્સલ્ટન્ટ ડાયેટિશિયન અને સર્ટિફાઇડ ડાયાબિટીસ એજ્યુકેટર કનિકા મલ્હોત્રાએ આ અંગે વિસ્તારથી જાણકારી આપી હતી. આવો જાણીએ તેના વિશે.
બપોરના ભોજન પછી દહીં ખાવું જોઈએ કે નહીં?
ડાયટિશિયને કહ્યું કે જમ્યા પછી રોજ દહીં ખાઈ શકાય છે. કારણ કે દહીંના નિયમિત સેવનથી શરીરમાં સારા બેક્ટેરિયા વધે છે. ઉપરાંત, તે ખાવાથી લેક્ટોબેસિલસ અને બિફિડોબેક્ટેરિયમ જેવા ખતરનાક બેક્ટેરિયા ઓછા થાય છે. આ સાથે સોજો ઓછો થઇ જાય છે. ફાઈબરયુક્ત ખોરાક સાથે દહીં મિક્સ કરવાથી તેના ફાયદા વધે છે.