ડોલર સામે રૂપિયો મજબૂત બનતા ઈમ્પોર્ટ સસ્તું થવાની સંભાવના

ટેરીફનો નિર્ણય ટ્રમ્પ માટે ‘આ બૈલ મુજે માર ‘ જેવો સાબિત થઇ રહ્યો છે, ડોલર સામે રૂપિયો મજબૂત બનતાં આયાતો સસ્તી થવાની સંભાવના

Rupee snaps five-day uptrend vs US dollar

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ટેરીફનો મામલો ‘ આ બૈલ મુજે માર ‘ જેવો સાબિત થઇ રહ્યો છે. એક તો ટેરીફ લાગુ કરીને આખી દુનિયાની નારાજગી વ્હોરી લીધી છે તો બીજી તરફ ડોલર અને ક્રુડ તૂટ્યા છે. આવી સ્થિતિમાં ભારતીય રૂપિયાને સીધો લાભ થયો છે. આજે ડોલર સામે રૂપિયો ૪૦ પૈસા સુધરી ૮૫ ની સપાટી અંદર પહોંચ્યો હતો. આ સાથે ભારતીય રૂપિયો આજે ડોલર સામે ત્રણ માસની ટોચે નોંધાયો છે.

20+ Free Dollar & Money animated GIFs and Stickers - Pixabay

ફોરેક્સ માર્કેટમાં આજે ડોલર સામે રૂપિયો ૮૫.૦૪ પર ખૂલ્યા બાદ ઘટી ૮૪.૯૯ થયો હતો. જે પાછલા સેશનમાં  ૮૫.૪૪ ના લેવલની તુલનાએ ૪૦ પૈસા સુધારો દર્શાવે છે. ડિસેમ્બર, ૨૦૨૪ બાદ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ૮૫ અંદર નોંધાયું છે.

World weighs how to deal with US tariffs

ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના કારણે વૈશ્વિક સ્તરે મંદીના વાદળો ઘેરા બન્યા છે. જેના કારણે ડોલર ઈન્ડેક્સ સપ્ટેમ્બર, ૨૦૨૪ બાદની સૌથી નીચી સપાટી ૧૦૧.૭૩ પર પહોંચ્યો છે. જે માર્ચમાં ૨.૩૯ % ઉછળ્યા બાદ છેલ્લા પાંચ દિવસમાં ૨.૧૬ % તૂટ્યો છે. ડોલર ઈન્ડેક્સે હાલમાં જ ૧૧૦.૧૮ ની રેકોર્ડ ટોચ નોંધાવી હતી. ટ્રમ્પની ટેરિફની જાહેરાત બાદથી ડોલર છેલ્લા ૧૫ દિવસમાં સતત ગગડી રહ્યો છે. જેના કારણે હાલ તે વાર્ષિક ધોરણે ૬.૧૬ % અને ત્રિમાસિક ધોરણે ૬.૫૭ % નો કડાકો નોંધાવ્યો છે.

45 Crude Oil Animations - Free Download in GIF, MP4, Lottie JSON | IconScout

ક્રૂડ ઓઈલની કિંમતો પણ કડડભૂસ થઈ છે. ઓપેક+ના ઉત્પાદન વધારવાના નિર્ણય વચ્ચે ટ્રમ્પે ટેરિફ લાદતાં ક્રૂડ ઓઈલ છ ટકા સુધી તૂટ્યું છે. ભારત પોતાની જરૂરિયાતના ૮૦ % થી વધુ ક્રૂડ આયાત કરે છે. ક્રૂડના ભાવોમાં ઘટાડો અને ડોલરમાં પણ ગાબડાંના કારણે ભારતની ફોરેક્સ બચતમાં વધારો થવાની શક્યતા છે. ડોલર સામે રૂપિયો મજબૂત બનતાં આયાતો સસ્તી થવાની સંભાવના છે.

How to Make Stock Price Predictions Using Reinforcement Learning? | by  Kavika Roy | Medium

મંદીના ફફડાટ વચ્ચે શેરબજાર તૂટ્યુ :  ૯.૫ લાખ કરોડનું નુકસાન

ટ્રમ્પનાં ટેરીફ નિર્ણય પછી વૈશ્વિક શેરબજાર તૂટ્યા છે અને તેની અસર શુક્રવારે ભારતના શેરબજાર  ઉપર પણ પડી હતી. સેન્સેક્સ ઇન્ટ્રા ડે નરમ રહ્યો હતો અને કલોઝિંગ સમયે 930 પોઈન્ટ તૂટીને ૭૫૩૬૪ ઉપર અને નિફ્ટી ૩૪૫ પોઈન્ટ તૂટીને ૨૨૯૦૪ ઉપર ટ્રેડ કરતા હતા. ડાઉ જોન્સ ૧૬૭૯.૩૯ પોઈન્ટના કડાકા સાથે બંધ રહ્યો હતો. જે કોવિડ મહામારી (૧૬ માર્ચ, ૨૦૨૦) બાદનો સૌથી મોટો કડાકો છે. નાસડેક પણ ૧૦૫૦.૪૪ પોઈન્ટ તૂટ્યો હતો.

Stock Market Going Down Crash Meme GIF | GIFDB.com

વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની ભીતિ વચ્ચે સેન્સેક્સ ૧૦૫૪.૮૧ પોઈન્ટ તૂટી ૭૫૨૪૦.૫૫ ના ઈન્ટ્રા ડે તળિયે પહોંચ્યો હતો. શેરબજાર કડડભૂસ થતાં સૌથી વધુ નુકસાન સ્મોલકેપના રોકાણકારોને થયું હતું અને સંપતિમાં ૯.૫ લાખ કરોડ રૂપિયાનું નુકસાન ગયુ હતું.

money banknotes gif billets - Free animated GIF - PicMix

ટ્રમ્પના ટેરિફ બાદ વૈશ્વિક બજારોમાં ફુગાવો વધશે. જેનાથી મંદીનું જોખમ પણ વધશે. ડોયશે બેન્કના અર્થશાસ્ત્રી બ્રેટ રયાને જણાવ્યું હતું કે, ટ્રમ્પના ટેરિફથી આ વર્ષે અમેરિકાના જીડીપીમાં ૧-૧.૫ % સુધીનો ઘટાડો નોંધાશે. જેનાથી મંદીનું જોખમ વધશે. ભારતમાં હાલ આ પ્રકારનું કોઈ સંકટ જોવા મળ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *