શ્રીલંકાએ દૂર કરી ભારતની સૌથી મોટી ચિંતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના શ્રીલંકાના પ્રવાસે છે. ત્યારે આ દરમિયાન પીઅમ મોદીએ શ્રીલંકાના પ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ શનિવારે અનેક મહત્ત્તવપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા. આમાં એક ઐતિહાસિક સંરક્ષણ સમજૂતી પણ સામેલ છે. આ પહેલી વાર છે જ્યારે ભારત અને શ્રીલંકાએ સંરક્ષણ ક્ષેત્રમાં આવા કોઈ ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

Why Prime Minister Narendra Modi's Sri Lanka trip is crucial | India News -  The Times of India

આ દરમિયાન શ્રીલંકાના પ્રમુખે વડા પ્રધાન મોદીને આશ્વાસન આપ્યું કે, અમારી સરકાર ક્યારેય પોતાની જમીનનો ઉપયોગ ભારતના સુરક્ષા હિતો વિરુદ્ધ થવા નહીં દેશે. શ્રીલંકાના પ્રમુખના આ નિવેદનથી ભારતની સૌથી મોટી ચિંતા દૂર થઈ ગઈ છે. કારણ કે, આ નિવેદનને ચીનના વધતા પ્રભાવ અને રોકાણ અંગે ભારતની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. બંને પક્ષોએ ત્રિંકોમાલીને ઉર્જા કેન્દ્ર તરીકે વિકસાવવા માટે એક કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે. શ્રીલંકાના પૂર્વી  પ્રદેશમાં નવી દિલ્હીની બહુ-ક્ષેત્રીય ગ્રાન્ટ સહાય પહોંચાડવા માટે વધુ એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી અને પ્રમુખ દિસાનાયકેએ સમપુર સૌર ઉર્જા પ્રોજેક્ટનું પણ ડિજિટલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું. મોદી બેંગકોકની મુલાકાત પૂર્ણ કર્યા પછી શુક્રવારે સાંજે કોલંબો પહોંચ્યા હતા. તેમણે બેંગકોકમાં BIMSTEC (બે ઓફ બંગાળ ઈનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન) સમિટમાં ભાગ લીધો હતો.

India, Sri Lanka sign pact: প্রধানমন্ত্রী মোদীর সফরে ভারত-শ্রীলঙ্কার মধ্যে  প্রথম প্রতিরক্ষা চুক্তি সাক্ষর

વિદેશ મંત્રી વિજીથા હેરાથ, આરોગ્ય મંત્રી નાલિન્દા જયતિસા અને મત્સ્યઉદ્યોગ મંત્રી રામલિંગમ ચંદ્રશેખર સહિત શ્રીલંકાના પાંચ ટોચના મંત્રીઓએ મોદીનું સ્વાગત કર્યું. દિસાનાયકે સાથેની વાતચીત પહેલાં શ્રીલંકાની રાજધાનીના મધ્યમાં આવેલા ઐતિહાસિક સ્વતંત્રતા ચોકમાં પીએમ મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. આ કદાચ પહેલી વાર છે જ્યારે કોઈ બીજા દેશના નેતાને આ રીતે સન્માનિત કરવામાં આવ્યા હોય. દિસાનાયકેએ ‘સ્ક્વેર’ પર વડાપ્રધાનનું સ્વાગત કર્યું. ‘ઈન્ડિપેન્ડન્સ સ્ક્વેર’ રાષ્ટ્રીય દિવસની ઉજવણીનું સ્થળ છે. તેનું નામ સ્વતંત્રતા સ્મારક હોલ પરથી લેવામાં આવ્યું છે જે ૧૦૪૮ માં બ્રિટિશ શાસનથી શ્રીલંકાની સ્વતંત્રતાની યાદમાં બનાવવામાં આવ્યું હતું.

Narendra Modi: PM Modi accorded ceremonial welcome in Sri Lanka

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે X પર લખ્યું કે, ‘પ્રમુખ દિસાનાયકેએ વડાપ્રધાન મોદીનું કોલંબોના ‘ઈન્ડિપેન્ડન્સ સ્ક્વેર’ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું.’ અધિકારીઓએ કહ્યું કે, આ પહેલી વાર હતું જ્યારે કોઈ બીજા દેશના નેતાનું સ્ક્વેર પર આટલું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હોય.’ વડાપ્રધાને આ પ્રવાસ એવા સમયે કર્યો છે જ્યારે શ્રીલંકા આર્થિક સંકટમાંથી બહાર આવવાના સંકેતો આપી રહ્યું છે. શ્રીલંકા ત્રણ વર્ષ પહેલાં મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું અને ભારતે તેને ૪.૫ અબજ યુએસ ડોલરની આર્થિક સહાય કરી હતી.

Sri Lanka confers its highest honour for global leaders on PM Modi

ત્યારબાદ પ્રમુખ દિસાનાયકેએ વડાપ્રધાન મોદીને શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘મિત્ર વિભૂષણ’થી સન્માનિત કર્યા. પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું કે, ‘ભારત દરેક મુશ્કેલ સમયમાં શ્રીલંકાની પડખે ઉભું રહ્યું છે, પછી ભલે તે ૨૦૧૯ નો આતંકવાદી હુમલો હોય, કોરોના મહામારી હોય કે તાજેતરનો આર્થિક સંકટ હોય. અમારી મિત્રતા વિશ્વાસ પર આધારિત છે.’

Mithra Vibhushana: మిత్ర విభూష‌ణ పుర‌స్కారంతో మోదీని స‌త్క‌రించిన లంక  అధ్య‌క్షుడు-Namasthe Telangana

મહત્ત્તવપૂર્ણ કરાર:

સંરક્ષણ સહયોગ કરાર: આ કરાર બંને દેશોની લશ્કરી ક્ષમતાઓ અને સુરક્ષા ભાગીદારીને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો છે.

ત્રિંકોમાલીને ઉર્જા હબ તરીકે વિકસિત કરવું: બંને દેશોએ આ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે સહમતિ વ્યક્ત કરી છે. 

ભારતની પૂર્વી શ્રીલંકામાં બહુ-ક્ષેત્રીય સહાયતા: અન્ય એક કરાર હેઠળ ભારત શ્રીલંકાના પૂર્વી ક્ષેત્રમાં સામાજિક અને આર્થિક વિકાસ માટે ગ્રાન્ટ સહાય પૂરી પાડશે.

સમપુર સૌર ઉર્જા પ્રોજેક્ટનું ઉદ્ધાટન: વડાપ્રધાન મોદી અને પ્રમુખ દિસાનાયકેએ સંયુક્ત રીતે આ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું, જે બંને દેશો વચ્ચે ઊર્જા સહયોગનું પ્રતીક છે.

Did India really give away Katchatheevu islands to Sri Lanka? | India News  - Times of India

પીએમ મોદીનો આ પ્રવાસ ભારત-શ્રીલંકા સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે તેવી અપેક્ષા છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ભારત તેના પડોશી દેશો સાથે વ્યૂહાત્મક અને આર્થિક સહયોગને વધુ ગાઢ બનાવી રહ્યું છે. શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝાએ કહ્યું કે, ‘ભારત દ્વારા શ્રીલંકાને આપવામાં આવતી સહાય વિશ્વના કોઈપણ દેશને આપવામાં આવતી ભારતીય સહાયની દ્રષ્ટિએ “અભૂતપૂર્વ” છે. આ એક મોટી સહાય હતી અને અમે વિવિધ ક્ષેત્રોમાં સહાય પૂરી પાડવા માટે શ્રીલંકા સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. અહીં તેની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *