આ વર્ષે રામનવમી ૬ એપ્રિલે મનાવવામાં આવશે. આ દિવસે ઘણા શુભ યોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં ભગવાન રામ સાથે માતા સીતાની પૂજા કરવાથી ઘણા ગણા વધુ ફળ પ્રાપ્ત થઈ શકે છે. આવો જાણીએ રામનવમીનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ સહિત અન્ય જાણકારી
હિંદુ ધર્મમાં રામનવમીનું વિશેષ મહત્વ છે. જે દર વર્ષે ચૈત્ર સુદ નવમીના દિવસે ઉજવવામાં આવે છે. અયોધ્યામાં આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. આ કારણે દર વર્ષે આ તારીખને રામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રભુ શ્રીરામની પૂજા કરવાની સાથે માતા દુર્ગાના નવમા સ્વરુપ મા સિદ્ધિદાત્રીની પણ પૂજા કરવામાં આવે છે. આ સાથે જ નવરાત્રીની પણ પૂર્ણાહુતિ થાય છે.
આ વર્ષે રામનવમી પર ઘણા શુભ યોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં ભગવાન રામ સાથે માતા સીતાની પૂજા કરવાથી ઘણા ગણા વધુ ફળ પ્રાપ્ત થઈ શકે છે. આવો જાણીએ રામનવમીનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ સહિત અન્ય જાણકારી.