કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના ઈતિહાસનો મુદ્દો છેડ્યો હતો

ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને ૧૦૦ વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે તેમની જન્મભૂમિ ગુજરાતના અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે બે દિવસ માટે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું છે. કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના ઈતિહાસનો મુદ્દો છેડ્યો હતો. આ સાથે તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આક્રમક પ્રહારો પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘૧૦૦ વર્ષ પહેલાં મહાત્મા ગાંધી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા અને ૧૫૦ વર્ષ પહેલાં સરદાર પટેલજીનો જન્મ થયો હતો. આ બંને કોંગ્રેસ પાર્ટીનો પાયો છે. હું પછાત લોકો માટે કામ રહ્યો છું.’ આ દરમિયાન તેમણે ટેરિફ, વિદેશ નીતિ, અનામત, અગ્નિવીર અને વિચારધારાઓ સહિત અનેક મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી. 

Rahul Gandhi Calls for Caste Census, Vows to Break 50% Reservation Cap

અમેરિકાના ટેરિફના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘પહેલાં મોદી અમેરિકા જતા અને પ્રમુખ ટ્રમ્પને ગળે મળતા. હવે તમે ટ્રમ્પને ગળે મળતો કોઇ ફોટો જોયો? ટ્રમ્પે નવા ટેરિફ લગાવી દીધા. મોદીજીએ ચૂં પણ ના કર્યું. જનતાનું ધ્યાન ત્યાં ન જાય એટલે સંસદમાં નાટક કરાવ્યું. હકીકત એ છે કે આર્થિક વાવાઝોડું આવશે. કોરોનામાં મોદીજીએ થાળી વગડાવી હતી. હવે ક્યાં સંતાઇ ગયા છે?’

Congress's 84th Convention in Gujarat Day 2: Kharge says 'PM Modi will sell  this country one day', accuses BJP of election fraud | Bhaskar English

‘તો બીજી તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમંદ યુનુસ અને પીએમ મોદીની મુલાકાતને લઇને રાહુલ ગાંધીએ જોરદાર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે બાંગ્લાદેશ ભારત વિરૂદ્ધ નિવેદન આપી રહ્યું છે. ભારતના વડાપ્રધાન ત્યાંના નેતાને મળ્યા. તેમના મોંઢામાંથી એકપણ શબ્દ નીકળ્યો નહી. ક્યાં ગઇ ૫૬ ઇંચની છાતી.’

Congress's 84th Convention in Gujarat Day 2: Kharge says 'PM Modi will sell  this country one day', accuses BJP of election fraud | Bhaskar English

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે ‘તેલંગાણામાં જાતિ ગણતરી કરવા માટે અમે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. અમારે જાણવું હતું કે આ દેશમાં કોની કેટલી ભાગીદારી છે. મેં સંસદમાં પીએમ મોદીને કહ્યું હતું કે તમે જાતિ ગણતરી કરાવો. દેશને ખબર હોવી જોઇએ કે કેટલા દલિત છે, કેટલા પછાત છે, ગરીબ જનરલ વર્ગના લોકો કેટલા છે.

Congress to Revamp Its Strategy Against BJP: Rahul Gandhi's Future Action  Plan Ready, Party to Take a New Path | Congress to Revamp Its Strategy  Against BJP Rahul Gandhi Future Action Plan

પીએમ મોદી અને આરએસએસએ સ્પષ્ટ કરી દીધું કે અમે જાતિ આધારિત વસતી ગણતરી કરાવવા માંગતા નથી. અમે સંતાડવા માંગીએ છીએ. મેં કહ્યું કે, તમે છુપાવવું હોય એટલું છુપાવો. અમે અહીંથી જાતિ આધારિત વસતી ગણતરી પાસ કરીશું. હું ફરીથી કહી રહ્યો છું કે 50 ટકા અનામતની જે દીવાલ છે તેને અમે તોડી દઇશું. અમે જે તેલંગાણામાં કર્યું તે દિલ્હીમાં અને આખા ભારતમાં કરવા જઇ રહ્યા છીએ.’

There has never been a fraud like this: Kharge at 'Nyaypath' session

દાદી ઈન્દિરા ગાંધીને યાદ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘એકવાર મેં ઈન્દિરા ગાંધીજીને સવાલ પૂછ્યો હતો કે, તમે દુનિયામાં ન હોવ, ત્યારે લોકોએ તમારા વિશે શું બોલવું કે વિચારવું જોઈએ? આ વાતનો જવાબ આપતા તેમણે હતું કે, રાહુલ, હું માત્ર મારું કામ કરું છું. હું ના હોઉં ત્યારે લોકો મારા વિશે શું વિચારે છે તેની મને ચિંતા નથી. મારું ફોકસ માત્ર કામ પર છે. હું ના હોઉં ત્યારે દુનિયા મને ભૂલી જાય, તો મને મંજૂર છે, કારણ કે મેં પોતાનું કામ બરાબર રીતે કર્યું છે. લોકો શું વિચારે છે, તેનાથી મને ફરક પડતો નથી.’

Rahul Gandhi:Top stories of Rahul Gandhi | Latest News,Photos & Videos

રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકો ભારતની તમામ સંસ્થાઓ પર આક્રમણ કરી રહ્યા છે. પછાત અને દલિતોને જ્યાં સ્થાન મળતું હતું, ત્યાંના રસ્તા બંધ કરી રહ્યા છે. પહેલાં દરેક સમાજના યુવાનો સેનામાં જઇ શકતા હતા. તેમને પગાર, પેન્શન, એક્સ-સર્વિસમેનનો દરજ્જો મળતો હતો. બધુ ખતમ કરી દીધું.  ‘આજે અમારી સરકાર યુવાનોને કહે છે કે તમે યુદ્ધમાં શહીદ થશો, જો તમે અગ્નિવીર હશો તો તમને શહીદનો દરજ્જો અને પેન્શન આપીશું નહી. તમારી સાથે જે લડી રહ્યા છે તેમને મળશે, તમને નહી. દલિત, પછાત, અતિ-પછતને નુકસાન થઇ રહ્યું છે.’

Modi himself will sell this country": Congress President Malikarjun Kharge  takes a jibe at PM Modi

રાહુલ ગાંધીએ અદાણી-અંબાણી પર પ્રહાર કરતાં કહ્યું કે હવે બધા બિઝનેસ અદાણી અને અંબાણીને મળી રહ્યા છે. અદાણી અને અંબાણીની કંપનીની મેનેજમેન્ટ લિસ્ટ નિકાળો તો એક પણ દલિત, આદિવાસી અને પછાત મળશે નહી. ૯૦ % લોકો માટે કશું વધ્યું નથી. તેમને ફક્ત ગરીબી અને બેરોજગારી મળી છે. 

Congress to Revamp Its Strategy Against BJP: Rahul Gandhi's Future Action  Plan Ready, Party to Take a New Path | Congress to Revamp Its Strategy  Against BJP Rahul Gandhi Future Action Plan

રાહુલ ગાંધીએ ભાજપ અને સંઘ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, ‘તે સંસ્થાઓ પર આક્રમણ કરી રહ્યા છે. આખા દેશની સંપત્તિ અદાણી-અંબાણીને અપાઈ રહી છે, બંધારણમાં એવું ક્યાંય નથી લખ્યું કે બધું ધન બે-ત્રણ લોકોના હાથમાં જ જવું જોઈએ. સંવિધાનમાં એવું ક્યાંય લખ્યું નથી કે દેશના તમામ ચાન્સલર આરએસએસના હોવા જોઇએ? સંવિધાનમાં ક્યાંય એવું લખ્યું નથી કે કોઇ ખાસ ભણાવવામાં આવશે. જે પાર્ટીની પાસે વિચારધારા, સ્પષ્ટતા નથી, તે ભાજપ અને આરેસએસના સામે ઉભી રહી શકે નહી. જેની પાસે વિચારધારા છે, તે ભાજપ અને આરએસએસ સામે ઉભી રહી શકે, તે તેમને હરાવશે.’

Rahul Gandhi removes umbrella from Sonia Gandhi at Ahmedabad

‘અમે અંગ્રેજો અને આરએસએસની વિચારાધારા વિરૂદ્ધ લડી રહ્યા હતા. તેમની વિચારધારા સ્વતંત્રતા સંગ્રામની વિચારધારા નથી. જે દિવસે સંવિધાન લખવામાં આવ્યું હતું, તે દિવસે સંઘે રામલીલા મેદાનમાં સંવિધાનને સળગાવ્યું હતું. તેમાં લખ્યું છે કે આપણા દેશનો ઝંડો તિરંગો હશે. વર્ષો સુધી આરએસએસએ તિરંગાને સલામી આપી ન હતી. તે હિંદુસ્તાનની બધી સંસ્થાઓ કબજા કરવા તમારા પૈસા અદાણી-અંબાણી આપવા માંગે છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *