આજે ગુજરાતમાં ગરમી ભુક્કા બોલાવશે

ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૫.૬ ડિગ્રીએ પહોંચી ગયું છે. જ્યારે હવામાન વિભાગે હજી ૨૪ કલાક તાપમાન યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

Winds to favour kite enthusiasts, temp to dip in Uttarayan in Gujarat | Dip  in temperature this Uttarayan in Gujarat winds to favour kite enthusiasts -  Gujarat Samachar

ગુજરાતમાં દિવસેને દિવસે તાપમાન પારો ઉચકાઈ રહ્યો છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમ પવનોના કારણે હીટવેટની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૫.૬ ડિગ્રીએ પહોંચી ગયું છે. જ્યારે હવામાન વિભાગે હજી ૨૪ કલાક તાપમાન યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

એપ્રિલ મહિના માટે ભયાનક આગાહી, કાળઝાળ ગરમી તો ક્યાંક થશે વરસાદ જાણો  હવામાનની આગાહી

ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરુઆતથી જ ગરમી વધવા લાગી છે. ત્યારે હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી પાર વટાવી ગયું છે. રાજ્યમાં ૩૧.૩ ડિગ્રીથી લઈને ૪૫.૬ ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં કંડલા એરપોર્ટ ૪૫.૬ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે દ્વારકામાં સૌથી ઓછું મહત્તમ તાપમાન ૩૧.૩ ડિગ્રી નોંધાયું હતું.

Heatwave prediction seven cities orange alert gandhinagar Ahmedabad |  રાજ્યના સાત શહેરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, ગાંધીનગર,અમદાવાદમાં  પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાંથી આગ વરસી રહી છે. આવી સ્થિતિ વચ્ચે અમદાવાદમાં તાપમાન વધી રહ્યું છે. અમદાવાદમાં તાપમાનને ૪૩ ડિગ્રી વટાવીને ૪૩.૨ ડિગ્રી પહોંચી હતી. જ્યારે ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રી પર પહોંચ્યું હતું. શહેરમાં ભારે ગરમીના કારણે લોકો તોબા પોકારી ગયા હતા. કામ વગર ઘરમાંથી બહાર નીકળવાનું લોકો ટાળી રહ્યા છે.

Gujarat Weather: Citizens should be prepared to be scorched by the heat,  the weather department has warned.શહેરીજનો ગરમીથી શેકાવા રહેજો તૈયાર,  હવામાન વિભાગે કરી મોટી | Sandesh

ગુજરાતનું  તાપમાન

શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ ૪૩.૨ ૨૭.૬
ડીસા ૪૩.૬ ૨૪.૨
ગાંધીનગર ૪૩.0 00
વિદ્યાનગર ૪૨.૮ ૨૬.0
વડોદરા ૪૩.0 ૨૪.૨
સુરત ૪૧.0 ૨૫.૮
વલસાડ
દમણ ૩૪.૬ ૨૫.૨
ભૂજ ૪૨.૯ ૨૩.૬
નલિયા ૩૮.૨ ૧૯.૮
કંડલા પોર્ટ ૪૧.0 23.6
કંડલા એરપોર્ટ ૪૫.૬ ૨૫.0
અમરેલી ૪૪.૩ ૨૪.0
ભાવનગર ૪૧.૨ ૨૮.૨
દ્વારકા ૩૧.૩ ૨૫.૫
ઓખા 32.૮ ૨૫.૨
પોરબંદર ૪૩.0 ૨૧.૬
રાજકોટ ૪૫.૨ ૨૩.૨
વેરાવળ ૩૬.૮ ૨૪.૯
દીવ ૩૪.૨ ૨૪.૯
સુરેન્દ્રનગર ૪૩.૮ ૨૬.0
મહુવા ૩૮.૪ ૨૫.૫
કેશોદ ૪૩.૮ ૨૦.૯

૨૪ કલાકમાં ગરમી ભુક્કા બોલાવશે 

ગુજરાતમાં આકાશમાંથી ભારે તાપ વરસી રહ્યો છે ત્યારે હજી પણ આવી સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈ જ ફેરફાર ન થવાની શક્યતા સેવી છે. જોકે, ત્યારબાદ મહત્તમ તાપમાનમાંથી 2થી 4 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતાઓ સેવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, પોરબંદર, મોરબી તેમજ કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ હીટવેવની આગાહી કરી છે. તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ યલો એલર્ટ જાહેર કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *