દાંત મજબૂત અને ચમકતા હોય તો ચહેરો પર સુંદર લાગે છે. જો કે ગુટખા અને તમાકુના લીધે ઘણા લોકોના દાંત પીળા અને ગંદા થઇ જાય છે, જેનાથી શરમ અનુભવાય છે. અહીં ૧ સરળ ઘરેલુ ઉપચાર આપ્યા છે, જે કરવાથી દાંતના પીળા ડાઘ દૂર કરશે અને દાંત મોતી જેવા ચમકવા લાગશે.
અમુક લોકો દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે, હાસ્ય પણ સારું હોય છે પરંતુ તેમ છતાં હસવાથી દૂર ભાગે છે. તેમના માટે ન હસવાનું સૌથી મોટું કારણ તેમના ખરાબ અને કદરૂપા પીળા દાંત છે. આવા લોકો ખુલીને હસી શકતા નથી, આત્મવિશ્વાસથી હસી શકતા નથી. આ લોકોના દાંત પીળા થવાનું સૌથી મોટું કારણ દાંતની બરાબર સફાઈ ન કરવી, ગુટકા અને તમાકુનું સેવન છે. આ માદક પદાર્થોનું સેવન કરવાથી દાંત પર પીળા રંગનું પડ જમા થાય છે.
આવા લોકો દાંત સાફ કરવા માટે અનેક પ્રકારની રીતો અપનાવે છે, જેમ કે દાંતણ કરવું, વિવિધ પ્રકારની ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો, અનેક પ્રકારની દંત મંજનનો ઉપયોગ કરવો, દિવસમાં બેથી ત્રણ વાર બ્રશ કરવું, પરંતુ તેમ છતાં આ લોકોના દાંતમાં જમા થયેલું પીળું પડ સાફ થતું નથી. વર્ષો સુધી દાંતના આ પીળા પડને દૂર કરવા માટે લોકો જાતજાતની તબીબી સારવાર પણ કરાવતા હોય છે, પરંતુ તેમ છતાં તેમની સમસ્યાનો ઉકેલ આવતો નથી.
આયુર્વેદિક નિષ્ણાત અને ગુરુ સ્વામી ધ્યાન નિરવજીએ વર્ષોથી દાંત પર જમા થયેલી પીળાશ સાફ કરવાની કુદરતી અને સરળ રીત જણાવી છે. જો આ ટીપ્સનો પ્રયોગ મહિનામાં ત્રણ વાર અથવા દર દસ દિવસે કરવામાં આવે તો દાંતને લગતી સમસ્યાઓનો ઇલાજ સરળતાથી કરી શકાય છે. આ ટીપ્સની મદદથી દાંત મોતીની જેમ ચમકવા લાગશે અને હસતા હસતા તમે કોન્ફિડન્ટ થઇ જશો. આ 1 ટીપ્સની મદદથી દાંત સરળતાથી સાફ કરી શકાશે. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ દાંત સાફ કરવા માટે કયા ઘરેલૂ નુસખા છે.
દાંત સાફ કરવા માટે બેકિંગ સોડા અને લીંબુનો ઉપયોગ કરો.
બેકિંગ સોડા
દાંત પર બેકિંગ સોડાનો ઉપયોગ કરવાથી દાંત સાફ કરવામાં સરળતા રહે છે. આ સોડા દાંત પરથી ડાઘ દૂર કરે છે. બેકિંગ સોડા એ હળવું એબ્રેસિવ છે જે દાંતની સપાટી પરથી ડાઘ દૂર કરે છે અને ઉપરના પડને સાફ કરે છે. સતત થોડા દિવસો સુધી દાંત પર તેનો ઉપયોગ કરવાથી પીળા ડાઘ ધીમે-ધીમે ઓછા થતા જાય છે અને દાંત ચમકે છે. બેકિંગ સોડામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે બેક્ટેરિયાને દૂર કરે છે. તેનો ઉપયોગ કરવાથી મોઢાના બેક્ટેરિયા કંટ્રોલ થાય છે અને મોઢાની વાસ દૂર થાય છે. બેકિંગ સોડા દાંતની સપાટી પરથી કેલ્શિયમ બેઝ્ડ ડાઘ દૂર કરવામાં મદદ કરે છે, જેના કારણે દાંત સફેદ અને ચમકદાર દેખાય છે.
લીંબુ
લીંબુમાં કુદરતી રીતે સાઇટ્રસ એસિડ હોય છે, જે દાંતની સફેદી વધારવામાં મદદ કરે છે. તે દાંત પર જમા થયેલા ડાઘ દૂર કરવાનું કામ કરે છે. લીંબુમાં વિટામિન સી અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે જે મોંમાં બેક્ટેરિયાને નિયંત્રિત કરે છે અને શ્વાસની દુર્ગંધને દૂર કરે છે. લીંબુનો રસ મોંને સાફ કરે છે અને દાંતના પેઢાને સ્વસ્થ બનાવે છે.
બેકિંગ સોડા અને લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો
અડધી ચમચી બેકિંગ સોડા લો અને તેમાં લીંબુના ચારથી પાંચ ટીપાં ઉમેરો. આ બંને વસ્તુ સારી રીતે મિક્સ કરીને બ્રશ વડે કે આંગળી વડે ટૂથપેસ્ટની જેમ દાંત પર ઘસો. દાંત પર જ્યાં પણ ગંદકી હોય ત્યાં બે મિનિટ સુધી સારી રીતે બ્રશ કરો. ત્યાર બાદ સાદી પાણીના કોગળા કરો. મહિનામાં ૨ થી ૩ વખત આ ઉપાય કરવાથી ધીમે ધીમે દાંત ચમકવા લાગશે.