સુરતના લક્ઝ્યુરિયસ ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળી

ગુજરાત રાજ્યમાં દરેક આગ ફાટી નીકળવાની ઘટનાઓ બની રહી છે, ત્યારે ફરી એકવાર સુરતમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે.  શહેરના વેસુ વિસ્તારનાં આવેલી હેપ્પી એક્સલેન્સિયા નામની રેસિડેન્સીમાં આગ લાગી હતી. આ આગ 8મા માળે લાગી હતી, જે જોતમાં ત્રણ માળ સુધી ફેલાઈ ગઈ હતી. હાલમાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.   ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હર્ષ સંઘવીના બિલ્ડિંગની સામે જ આ બિલ્ડીંગ આવેલી હોવાથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ઝડપથી બચાવ કામગીરી કરાવી હતી. 

Surat Fire News: સુરતના વેસુમાં લક્ઝુરિયસ ...

Surat fire Harsh Sanghvi

વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી એક્સલેન્સિયા નામની રેસિડેન્સીમાં આગ લાગવાનો ફાયર વિભાગને કૉલ મળ્યો હતો. રેસિડેન્સીમાં આગ લાગી હોવાને પગલે ગંભીરતાથી પાંચ ફાયર સ્ટેશનની ૧૦ જેટલી ગાડીઓ મોકલવામાં આવી છે. હાલ ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને કુલિંગની કામગીરી કરી રહ્યા છે.  જો કે, હજુ આ ઘટનામાં જાનમાલના નુકસાનની કોઈ માહિતી સામે આવી નથી. ફાયરબ્રિગેડની ટીમ આગ ઓલાવવાનો સતત પ્રયાસ કરી રહી છે, કારણ કે બિલ્ડિંગમાં આગ ત્રણ માળ સુધી ફેલાઈ ગઈ છે. 

Surat fire Harsh Sanghvi

એટલું જ નહીં, આ ઘટનાના પગલે વિસ્તારમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચીને ઝડપથી બચાવ કામગીરી કરાવી રહ્યા છે, જેથી વધુ નુકસાન ન થાય.

Surat fire Harsh Sanghvi

Surat fire Harsh Sanghvi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *