ચૈત્રી પૂનમ એટલે કે, હનુમાન જયંતિ નિમિત્ત ભક્તો સાળંગપુર ખાતે કષ્ટભંજન દેવના દર્શન માટે ઉમટી પડ્યા છે, સંતોએ અઢીસો કિલોની કેક કાપી હનુમાન જયંતિની ઉજવણી કરી…
બોટાદમાં યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ચૈત્રી પૂનમ એટલે કે, હનુમાન જયંતિ નિમિત્ત ભક્તો કષ્ટભંજન દેવના દર્શન માટે ઉમટી પડ્યા છે. મંદિરે દાદાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. તો બીજી તરફ પાવાગઢમાં માઈભક્તોનું ભક્તોનું ઘોડાપૂર
સાળંગપુરમાં મોટી સંખ્યા ભક્તો કિંગ્સ ઓફ સાળંગપુરના દર્શન કરવા ઉમટ્યા છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરમાં સંતોએ અઢીસો કિલોની કેક કાપી હતી.
ઉજવણીમાં સહભાગી થવા માટે મોટી સંખ્યામાં દાદાના ભક્તો વહેલી સવારથી જ સાળંગપુર મંદિર આવી પહોંચ્યા હતા.. ઉજવણીના ભાગરૂપે મંદિરમાં મારુતિ યજ્ઞનનું આયોજન કરાયું હતું. તેમાં પણ એક હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.
પંચમહાલ જિલ્લામાં યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ચૈત્રી પૂનમ નિમિત્તે મહાકાળી માતાજીના દર્શન માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે. વહેલી સવારથી જ પગથિયા પર સુધી ભક્તોની લાઈન જોવા મળી છે. માતાજીના જયકાર સાથે મંદિર પરિસર પણ ગૂંજી ઉઠ્યું છે.

ચૈત્રી પૂનમના દિવસે ચોટીલામાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. વહેલી સવારથી માતાજીના દર્શ કરવા લાગી લાંબી લાઇનો લાગી છે. ચામુંડા માતાજીના જયઘોષ સાથે પગથિયા ચડતા શ્રદ્ધાળુ જોવા મળ્યા છે. ત્યારે ચામુંડા માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે

આજે સમગ્ર દેશમાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબીના બેલા અને ભરતનગર ગામ વચ્ચે આવેલા શ્રી ખોખરા હનુમાન હરિહર ધામમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. તો આ તરફ અમદાવાદના મેમનગર વિસ્તારમાં સુભાષચોક પાસે હનુમાન મંદિરે પણ હનુમાન જ્યંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.