આ સમર ડ્રિન્કમાં એન્ટિ-માઇક્રોબાયલ ગુણ હોય છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
ઉનાળા ની ઋતુમાં શરીરનું તાપમાન ઠંડુ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુ પડતી ગરમીને કારણે સ્ટ્રોકનું જોખમ વધારે રહે છે અને હીટસ્ટ્રોક અને ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે. આ ઋતુમાં ઘણા બધા એવા ખોરાક જોવા મળે છે, જેના સેવનથી શરીર અંદરથી ઠંડુ રહે છે. આજે, એક એવા પીણા વિશે જાણો જેનું સેવન ડોક્ટરો પણ કરવાની ભલામણ કરે છે,
આ સમર ડ્રિન્કમાં એન્ટિ-માઇક્રોબાયલ ગુણ હોય છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
સમર ડ્રિન્ક રેસીપી
સૌપ્રથમ કોથમીરના પાનને નાના ટુકડામાં કાપીને સારી રીતે ધોઈ લો. આ પછી, મિક્સરમાં થોડું જીરું અને લીંબુનો રસ ઉમેરો અને તેને સારી રીતે પીસી લો. જો તમે ઈચ્છો તો સ્વાદ માટે ગોળ ઉમેરી શકો છો. આ પછી, સવારે ખાલી પેટ આ ડ્રિન્ક પીવો