વક્ફ સુધારા કાયદાના સમર્થનમાં ૭ રાજ્યની સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટમાં

મહારાષ્ટ્ર, આસામ, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોએ અરજીઓ દાખલ કરી છે અને વક્ફ સુધારા બિલ કાયદાને સમર્થન આપ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા બિલ પર સુનાવણી પહેલા સાત રાજ્યોની સરકારો સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર, આસામ, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોએ અરજીઓ દાખલ કરી છે અને નવા કાયદાને સમર્થન આપ્યો છે. આ રાજ્યોએ કહ્યું છે કે, નવો કાયદો પારદર્શક, ન્યાયી અને વ્યવહારિક છે. કાયદા વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓનો વિરોધ કરતા આ રાજ્યોએ કોર્ટને તેમનો પક્ષ પણ સાંભળવા જણાવ્યું છે.
Wakf (Amendment) Bill 2025 Challenged in Supreme Court - RTV English

રાજસ્થાન સરકારે કહ્યું છે કે, ”નવો કાયદો ખૂબ જ સારા ઇરાદા સાથે લાવવામાં આવ્યો છે. વિગતવાર ચર્ચા અને સંસદીય પ્રક્રિયા પછી બનાવવામાં આવેલ આ કાયદો, તમામ કાયદાકીય ચિંતાઓને સમાધાન છે. જે લોકોએ આ કાયદા વિરુદ્ધ અરજી દાખલ કરી છે તેઓ જમીની વાસ્તવિકતાઓ પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે. જૂના કાયદાને કારણે રાજ્યોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. તે સમસ્યાઓ હવે ઉકેલાઈ ગઈ છે.

Detailed Information on Waqf Board Property and the Waqf Amendment Bill

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ”જૂના કાયદાની કલમ ૪૦ નો દુરુપયોગ ચિંતાનો વિષય છે. તે કલમે વક્ફ બોર્ડને કોઈપણ મિલકતને વક્ફ તરીકે જાહેર કરવાની અને તેના પર દાવો કરવાની સત્તા આપી હતી. હવે જમીન મહેસૂલ રેકોર્ડમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા જાહેર નોટિસ જારી કરવાની શરત લાદવામાં આવી છે. આ મિલકતો પર મનસ્વી દાવાઓને નિયંત્રિત કરવામાં મદદ કરશે”. ચારેય રાજ્યોએ અરજદારોની દલીલનો વિરોધ કર્યો છે કે વક્ફ સુધારો કાયદો બંધારણની વિરુદ્ધ છે. રાજ્યોએ કહ્યું છે કે, આ કાયદો સિસ્ટમમાં સુધારો કરવા અને પ્રક્રિયામાં સ્પષ્ટતા લાવવાનો છે. જેમાં વક્ફ બોર્ડ ઉપરાંત સામાન્ય લોકોના હિતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કાયદો કોઈની સાથે ભેદભાવ કરતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *